જાણો રોડ પર પડેલા ખાડામાં નાહી રહેલા યુવકના વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય...
તાજેતરમાં સોશિયલ મીડિયા પર રોડ પર પડેલા ખાડામાં નાહી રહેલા યુવકનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ભારે વરસાદને કારણે રોડ પર પડેલા ખાડામાં નાહી રહેલા યુવકનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં રોડ પર પડેલા ખાડામાં નાહી રહેલા યુવકનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2018 થી સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે. આ ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 03 સપ્ટેમ્બર, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, સાહેબે કીધુ તું કે 2022 માં ખેડૂત ની આવક ડબલ થશે એને બદલે 2024 માં રોડે નાહતા કર્યા. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે,
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ધ્યાનથી જોયા બાદ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો સાથેના સમાચાર એક યુકેની સમાચાર વેબસાઈટ blackpoolgazette.co.uk દ્વારા 20 ફેબ્રુઆરી, 2018 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.
આજ ફોટો સાથેના અન્ય અહેવાલ પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. citizen.co.za | thetimes.com
અમારી વધુ તપાસમાં અમને એક ફેસબુક યુઝર દ્વારા પણ 16 ઓગસ્ટ, 2018 ના રોજ આજ ફોટો સાથે કરવામાં આવેલી પોસ્ટ પ્રાપ્ત થઈ હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં રોડ પર પડેલા ખાડામાં નાહી રહેલા યુવકનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2018 થી સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે. આ ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Sources
blackpoolgazette.co.uk
https://www.blackpoolgazette.co.uk/news/humour-highlights-potholes-situation-across-fylde-1045693
citizen.co.za
https://www.citizen.co.za/comaro-chronicle/news-headlines/2018/02/19/going-potty-potholes/
thetimes.com
https://www.thetimes.com/uk/politics/article/drivers-pay-high-price-for-roads-worse-than-chiles-70fbcwfsh