જાણો હું તો લંડન જતો રહીશ એવું કહી રહેલા રાહુલ ગાંધીના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

Missing Context રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધી એવું કહી રહ્યા છે કે, કંઈ પણ થવાનું નથી. હુંતો લંડન જતો રહીશ. મારા બાળકો તો અમેરિકામાં જઈને ભણશે. મારો હિંદુસ્તાન સાથે કોઈ જ સબંધ નથી. મારી પાસે તો હજારો-કરોડ રુપિયા છે. હું તો ગમે ત્યારે જતો રહીશ. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ એડિટ કરેલો છે. વાસ્તવિક વીડિયોમાં રાહુલ ગાંધી આ નિવેદન નીરવ મોદી અને મેહુલ ચોક્સી માટે આપી રહ્યા છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 31 જાન્યુઆરી, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધી એવું કહી રહ્યા છે કે, કંઈ પણ થવાનું નથી. હુંતો લંડન જતો રહીશ. મારા બાળકો તો અમેરિકામાં જઈને ભણશે. મારો હિંદુસ્તાન સાથે કોઈ જ સબંધ નથી. મારી પાસે તો હજારો-કરોડ રુપિયા છે. હું તો ગમે ત્યારે જતો રહીશ.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ આ વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો કોંગ્રેસના સત્તાવાર યુટ્યુબ પર 13 ઓક્ટોમ્બર, 2019 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ વીડિયોમાં તમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને જોઈ શકો છો. પરંતુ આ વીડિયોમાં રાહુલ ગાંધી નિરવ મોદી અને મેહુલ ચોક્સી વિશે એવું કહી રહ્યા છે કે, તેઓ સારી રીતે ઊંધ લે છે. કોઈ પણ ડર વિના તેઓ કંઈ પણ થવાનું નથી. હુંતો લંડન જતો રહીશ. મારા બાળકો તો અમેરિકામાં જઈને ભણશે. મારો હિંદુસ્તાન સાથે કોઈ જ સબંધ નથી. નરેન્દ્ર મોદીજીનો હું તો મિત્ર છું. મારી પાસે તો હજારો-કરોડ રુપિયા છે. હું તો ગમે ત્યારે જતો રહીશ. 

ઉપરોક્ત વીડિયો પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, રાહુલ ગાંધી પોતે નહીં પરંતુ નીરવ મોદી અને મેહુલ ચોક્સી માટે આ નિવેદન આપી રહ્યા છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ એડિટ કરેલો છે. વાસ્તવિક વીડિયોમાં રાહુલ ગાંધી આ નિવેદન નીરવ મોદી અને મેહુલ ચોક્સી માટે આપી રહ્યા છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Avatar

Title:જાણો હું તો લંડન જતો રહીશ એવું કહી રહેલા રાહુલ ગાંધીના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

Written By: Vikas Vyas 

Result: Missing Context