
તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણમાં આપવામાં આવેલા નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ભાષણમાં એવું કહી રહ્યા છે કે, ‘सबमे डालो फूट, मिलकर करो लूट’ જેનો ગુજરાતી અર્થ એવો થાય કે, ‘લોકોમાં અંદરોઅંદર ભગલા પાડો અને મળીને તેમને લૂટી લો’. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વડાપ્રધના નરેન્દ્ર મોદીના નિવેદનનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ અધૂરો વીડિયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ નિવેદન કોંગ્રેસ પાર્ટી માટે આપી રહ્યા છે કે, કોંગ્રેસ પાર્ટી ‘ફૂટ અને લૂટ’ ની રાજનીતિ કરે છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
A Z A D ツ નામના ફેસબુક યુઝર દ્વારા 11 ફેબ્રુઆરી, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, બીજેપી ઉત્તરાખંડ નો ચુટણી ફોર્મુલા લીક થઈ ગયો છે.…. પોસ્ટમાં મૂકવામાં આવેલા લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ભાષણમાં એવું કહી રહ્યા છે કે, ‘सबमे डालो फूट, मिलकर करो लूट’ જેનો ગુજરાતી અર્થ એવો થાય કે, ‘લોકોમાં અંદરોઅંદર ભગલા પાડો અને મળીને તેમને લૂટી લો’.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ગુગુલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આજ ભાષણનો સંપૂર્ણ વીડિયો Narendra Modi ના સત્તાવાર યુટ્યુબ પર 11 ફેબ્રુઆરી, 2022 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના અલમોરા ખાતે વિજય સંકલ્પ સભામાં લોકોને સંબોધન કર્યું હતું તેનો આ વીડિયો છે.
આ સંપૂર્ણ વીડિયોને ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોંગ્રેસ પર નિશાન સાધતાં કહી રહ્યા છે કે, કોંગ્રેસ ‘ફૂટ અને લૂટ’ ની રાજનીતિ કરે છે. આ સંપૂર્ણ વીડિયોમાં તમે 15.50 મિનિટથી 16.35 મિનિટ સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કોંગ્રેસ પર નિશાન સાધતાં સાંભળી શકો છો. જેમાં તેઓ હિન્દી ભાષામાં એવું કહી રહ્યા છે કે, “हमारे विरोधियों की फ़ॉर्मूला यही है – सबमे डालों फूट, सबमे डालों फूट, मिलकर करो लूट. उत्तराखंड ही नहीं, पूरे देश में कांग्रेस की यही नीति रही है”
જેનો ગુજરાતી અર્થ એવો થાય છે કે, “અમારા વિરોધીઓની ફોર્મૂલા રહી છે કે – લોકોમાં ભાગલા પાડો અને મળીને લૂટો. ઉત્તરાખંડ જ નહીં પરંતુ પૂરા ભારત દેશમાં કોંગ્રેસની આજ નીતિ રહી છે.”
અમારી તપાસમાં અમને અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ આજ વીડિયો પ્રસારિત કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે અહીં જોઈ શકો છો. Bharatiya Janata Party | TVNXT Kannada
નીચે તમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણનો પોસ્ટમાં મૂકવામાં આવેલા અધૂરા વીડિયો અને ઓરિજીનલ વીડિયો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વડાપ્રધના નરેન્દ્ર મોદીના નિવેદનનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ અધૂરો વીડિયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ નિવેદન કોંગ્રેસ પાર્ટી માટે આપી રહ્યા છે કે, કોંગ્રેસ પાર્ટી ‘ફૂટ અને લૂટ’ ની રાજનીતિ કરે છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Title:જુઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા નિવેદન ‘सबमे डालो फूट, मिलकर करो लूट’ ના વાયરલ વીડિયો પાછળનું સત્ય…
Fact Check By: Vikas VyasResult: Missing Context
