તાજેતરમાં સોશિયલ મીડિયા પર પાટણના ભાજપના સાંસદ ભરતસિંહ ડાભીના નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પાટણના ભાજપના સાંસદ ભરતસિંહ ડાભીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નરેન્દ્રભાઈ દેસાઈ કહીને સંબોધન કર્યું. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પાટણના ભાજપના સાંસદ ભરતસિંહ ડાભીના નિવેદનનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ અધૂરો અને એડિટ કરેલો છે. વાસ્તવિક વીડિયોમાં તેઓની જીભ લપસી હતી તો તેઓ પહેલાં નરેન્દ્રભાઈ દેસાઈ બોલ્યા હતા ત્યાર બાદ તરત જ ભૂલ સુધારીને નરેન્દ્રભાઈ મોદીથી સંબોધન કર્યું હતું. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 6 એપ્રિલ, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એં લખવામાં આવ્યું છે કે, આ નરેન્દ્રભાઈ દેસાઈ વડાપ્રધાન ક્યારે બની ગયા... આ નેતા ને હજુ ખબરજ નથી વડાપ્રધાન કોણ છે એ Ahir Dipak Hadiya દેશ કેવી રીતે આગળ વધે. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પાટણના ભાજપના સાંસદ ભરતસિંહ ડાભીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નરેન્દ્રભાઈ દેસાઈ કહીને સંબોધન કર્યું.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ આ વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો ભાજપના સત્તાવાર યુટ્યુબ પર 5 એપ્રિલ, 2024 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં પાટણ જિલ્લાનું બૂથ પ્રમુખ સંમેલન યોજાયું હતું તે સમયનો આ વીડિયો છે.

આ સંપૂર્ણ વીડિયોને ધ્યાનથી જોતાં અમને એ જાણવા મળ્યું હતું કે, આ વીડિયોમાં 4.20 મિનિટ પછી તમે વાયરલ વીડિયોને જોઈ અને સાંભળી શકો છો. જેમાં પાટણના સાંસદ તેમની જીભ લપસતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નરેન્દ્રભાઈ દેસાઈ કહીને સંબોધન કરે છે પરંતુ તરત જ તેઓ તેમની ભૂલ સુધારીને નરેન્દ્રભાઈ મોદી કહીને તેમનું સંબોધન આગળ વધારે છે.

નીચે તમે વાયરલ થઈ રહેલા અધૂરા વીડિયો અને ઓરિજીનલ વીડિયો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પાટણના ભાજપના સાંસદ ભરતસિંહ ડાભીના નિવેદનનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ અધૂરો અને એડિટ કરેલો છે. વાસ્તવિક વીડિયોમાં તેઓની જીભ લપસી હતી તો તેઓ પહેલાં નરેન્દ્રભાઈ દેસાઈ બોલ્યા હતા ત્યાર બાદ તરત જ ભૂલ સુધારીને નરેન્દ્રભાઈ મોદીથી સંબોધન કર્યું હતું. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Avatar

Title: જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નરેન્દ્રભાઈ દેસાઈ કહી રહેલા પાટણના સાંસદ ભરતસિંહ ડાભીના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

Written By: Vikas Vyas

Result: Missing Context