હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો શેર કરવામાં આવી રહ્યો છે. એક હાઈ-વે દેખાઈ રહ્યો છે. જેની વચ્ચે એક મોટો બ્રિજ બનાવવામાં આવેલો છે. જેને હાઈ-વેની બંને બાજુના જંગલ સાથે જોડવામાં આવી રહ્યો છે. જેમાં ઝાડ ઉગાડવામાં આવ્યા હતા અને સંપૂર્ણ જંગલ રૂપી વાતાવારણ ઉભુ કરવામાં આવ્યુ હતુ અને જણાવવામાં આવ્યુ હતુ કે, આ બ્રિજ ભારતનો પ્રથમ એનિમલ બ્રિજ છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે આ બ્રિજ ભારતમાં નથી આવેલો આ બ્રિજ સિંગાપોરમાં આવેલો છે. ભારતમાં આવ્યો હોવાની વાત તદ્દન ખોટી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

LIVE Ahmedabad નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 6 ઓક્ટોબર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો ભારતના પ્રથમ એનિમલ બ્રિજનો છે.”

FACEBOOK | FB POST ARCHIVE

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણમો પરથી bengaldailyનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં વિશ્વના તમામ દેશોમાં આવેલા એનિમલ બ્રિજ વિશેની માહિતી આપવામાં આવી હતી. જેમાં આ બ્રિજ વિશે માહિતી આપતા જણાવવામાં આવ્યુ હતુ કે, આ બ્રિજનું નામ Ecoduct બ્રિજ છે. જે સિંગાપોરમાં આવેલો છે. આ અહેવાલ તમે નીચે વાંચી શકો છો.

Bengaldaily.com | Archive

ત્યારબાદ અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ટ્રાવેલ.ડેટીક નામની વેબસાઈટ પર આ ફોટા સાથેનો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, સિંગાપોરમાં પ્રાણીઓ માટે એક ખાસ બ્રિજ બનવવામાં આવ્યો છે. ઇકો લિંક્સ બ્રિજ, નેશનલ પાર્ક સિંગાપોર. તેમજ આ પૂલનું નિર્માણ કેવી રીતે થયુ તે માહિતી straitstimes.com, graphics.straittimes.com દ્વારા પ્રસારિત કરવામાં આવી હતી.

Travel.detik.com | Archive

ત્યારબાદ જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને NparksSG ની લિંક પ્રાપ્ત થઈ હતી. જે 2016માં પ્રસારિત કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, ઈકો લિંક બ્રિજ મોટી સંખ્યામાં પ્રાણીઓનું ઘર છે. જે માહિતી વિકિપિડિયા પર પણ ઉપલબ્ધ છે. બ્રિજનો વિડિયો તમે નીચે જોઈ શકો છો.

તેમજ ભારતમાં આ પ્રકારના પૂલ વિશે સર્ચ કરતા અમને 4 ઓક્ટોબર 2020ના રોજ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા પ્રસારિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે મુજબ, દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ હાઈ-વે પર ભારતનો પહેલો એનિમલ બ્રિજ બનાવવાનો નિર્ણય નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એનએચએઆઈ) દ્વારા લેવામાં આવ્યો છે. બ્રિજનું નિર્માણ ચાલી રહ્યું છે. આ પુલ બનવામાં સમય લાગશે. જે તમે નીચે જોઈ શકો છો.

TIMES OF INDIA | ARCHIVE

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો ભારતના પ્રથમ એનિમલ બ્રિજનો નથી. આ ફોટો સિંગાપોરમાં આવેલા ઈકો લિંક બ્રિજનો છે. ભારતમાં હજુ એનિમલ બ્રિજનું કામ ચાલી રહ્યુ છે.

Avatar

Title:શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો ભારતના પ્રથમ એનિમલ બ્રિજનો છે...? જાણો શું છે સત્ય....

Fact Check By: Yogesh Karia

Result: Partly False