
Mahendra Kareliya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ખૂબ સારા સમાચાર ભારત માટે અને ખાસ ગુજરાત માટે” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 21 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 5 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 3 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “કોરોનાની દવા શોધી લેવામાં આવી છે. તે પણ ભારતમાં શોધવામાં આવી છે.”
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને 22 માર્ચ 2020ના Gulte દ્વારા પ્રકાશિત કરવામાં આવેલો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “દક્ષિણ કોરિયન ફાર્મા મેજર સુજેન્ટેચે પોર્ટેબલ ડાયગ્નોસ્ટિક કીટ વિકસાવી હતી જે ફક્ત 10 મિનિટમાં જણાવશે કે તમને કોરોના વાયરસ પોઝિટીવ છે કે નેગેટિવ.” વાયરલ ફોટોમાં સેચેટ્સનું નામ પણ લખેલુ છે.
તેમજ ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને The Guardianનો 17 માર્ચ 2020નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “આ ટેસ્ટ covid-19 આઈજીજી/આઈજીએમ રેપિડ ટેસ્ટ કીટ તરીકે ઓળખાય છે.” જે હાલમાં ઓસ્ટ્રેલિયામાં ઉપયોગમાં નથી.
દુનિયાભરના વૈજ્ઞાનિકો 10 જાન્યુઆરી થી કોરોનાની વેકસિન શોધવા પ્રયત્ન કરી રહ્યા છે. જે દિવસથી ચીનમાં વૈજ્ઞાનિકોએ વાયરસને ઓનલાઇન સાર્વજનિક કર્યો હતો. મિડિયા રિપોર્ટર્સ મુજબ આ પ્રક્રિયામાં થોડો સમય લાગી શકે તેમ છે.
ત્યારબાદ અમને જાણવા મળ્યુ હતુ કે, WHOએ સ્પષ્ટ રીતે જણાવ્યુ હતુ કે, “આજ દિવસ સુધી કોરોનાવાયરસ (2019-nCoV)ને રોકવા માટે કોઈ વિશિષ્ટ દવાની ભલામણ કરવામાં આવી નથી. જો કે, વાયરસથી સંક્રમિત લોકોઓ લક્ષણોને રાહત અને સારવાર માટે યોગ્ય કાળજી લેવી જોઈએ અને ગંભીર બિમારીવાળાઓને પ્રતિકુળ સહાયક સંભાળ પ્રાપ્ત થવી જોઈએ. કેટલીક વિશિષ્ટ સારવારની તપાસ ચાલી રહી છે અને ક્લિનિકલ ટ્રાયલ્સ દ્વારા તેનું પરિક્ષણ કરવામાં આવશે. તે એમ કહે છે કે સામાન્ય એન્ટિબાયોટિક્સ પણ વાયરસ સામે કામકરતુ નથી.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલ ફોટો કોરોનાની દવાનો નથી. પરંતુ તે કોરોનાની ટેસ્ટ કીટનો છે. જેનાથી તમને કોરોના પોઝિટીવ છે કે નેગેટિવ તે જાણી શકાય છે.

Title:શું ખરેખર કોરોના વાયરસની દવા શોધવામાં આવી છે…? જાણો શું છે સત્ય..
Fact Check By: Yogesh KariaResult: False
