
તાજેતરમાં સોશિયલ મીડિયા પર રડીને વોટ માંગી રહેલો ભાજપના ઉમેદવારનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પશ્ચિમ બંગાળમાં ભાજપના ઉમેદવારોએ રડીને લોકો સામે વોટ માંગવા પડે છે તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ પશ્ચિમ બંગાળનો નહીં પરંતુ તેલંગાણાનો છે. જ્યાં નાગાર્જુન સાગર વિધાનસભા મતવિસ્તારના ભાજપના ઉમેદવાર રવિકુમાર નાયક લોકો સમક્ષ રડીને વોટ માંગી રહ્યા છે. આ વીડિયોને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Rajesh Umaretiya નામના ફેસબુક યુઝર દ્વારા 5 એપ્રિલ, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ભગ્તો બંગાળમાં આવા હાલ છે.??. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પશ્ચિમ બંગાળમાં ભાજપના ઉમેદવારોએ રડીને લોકો સામે વોટ માંગવા પડે છે તેનો આ વીડિયો છે.
Facebook Post | Archive | Video Archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને YOYO TV Channel દ્વારા 2 એપ્રિલ, 2021 ના રોજ પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, તેલંગાણાના નાગાર્જુન સાગર વિધાનસભા મતવિસ્તારના ભાજપના ઉમેદવાર રવિકુમાર નાયક તેમના પ્રચાર કેમ્પેઈન દરમિયાન લોકો સમક્ષ બે હાથ જોડીને રડીને વોટ માંગી રહ્યા છે.
અમારી વધુ તપાસમાં અમને timesofindia.indiatimes.com અને india.com દ્વારા પણ આજ માહિતી સાથેના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.
વધુમાં તમે અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ આજ વીડિયો ને માહિતી સાથે પ્રસારિત કરવામાં આવેલા સમાચાર અહીં જોઈ શકો છો. Political Qube | V6 News Telugu | ABN Telugu
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ પશ્ચિમ બંગાળનો નહીં પરંતુ તેલંગાણાનો છે. જ્યાં નાગાર્જુન સાગર વિધાનસભા મતવિસ્તારના ભાજપના ઉમેદવાર રવિકુમાર નાયક લોકો સમક્ષ રડીને વોટ માંગી રહ્યા છે.

Title:શું ખરેખર બંગાળમાં ભાજપના ઉમેદવાર રડીને વોટ માંગી રહ્યા છે…?
Fact Check By: Vikas VyasResult: False
