શું ખરેખર ગુજરાતમાં સુરતમાં આ પ્રકારે અક્સમાતનો આ વિડિયો છે…? જાણો શું છે સત્ય..

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Bhavesh Kotadiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Surat majura gate today noon 1pm” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 26 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 15 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “સુરતમાં આજે(23 નવેમ્બર)ના મજુરા ગેટ પર આ અકસ્માત સર્જાયો હતો, તેના સીસીટીવી ફૂટેજ છે.”

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, આ અકસ્માત 23 નવેમ્બર 2019ના હૈદરાબાદમાં સર્જાયો હતો. જેને જૂદા-જૂદા મિડિયા હાઉસ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો. 

TOI | ARCHIVE

આ ભયાનક અકસ્માતમાં રોડની સાઈડમાં પોતાની દિકરી સાથે ઓટો રિક્ષાની રાહ જોઈ રહેલા એક મહિલાનું મોત થયુ હતુ. NDTV દ્વારા પ્રસારિત સમાચાર તમે નીચે જોઈ શકો છો. 

ARCHIVE

હૈદરાબાદના રાયદૂર્ગમમાં જૈવ વિવિધતા જંક્શન પર આવેલા ફ્લાઈઓવર પર કાર ચાલકે કાર પરનો કાબૂ ગુમાવતા એક રાહદારીનું મોત થયુ હતુ. તેમજ કાર ચાલક સહિત બે લોકો ઘાયલ થયા હતા. ANI દ્વારા આ અંગેની માહિતી તેના ઓફિશિયલ ટ્વિટર અકાઉન્ટ પર આપી હતી.  

ARCHIVE

આ ઘટનાની નોંધ THE HINDU, AMARUJALA, NEWS18, INDIA TODAY સહિતના મિડિયા હાઉસ દ્વારા પણ લેવામાં આવી હતી. અને વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. 

આમ, ઉપરોક્ત પરિણામ પરથી સાબિત થાય છે. પોસ્ટ સાથે જે અકસ્માતના સીસીટીવી મુકવામાં આવ્યા છે. તે અકસ્માત ગુજરાતના સુરતમાં નહિં પરંતુ તૈલંગણા હૈદરાબાદમાં તારીખ 23 નવેમ્બર 2019ના થયો હતો. જેમાં રાહદારી એક મહિલાનું મોત થયુ હતુ. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે જે અકસ્માતના સીસીટીવી મુકવામાં આવ્યા છે. તે અકસ્માત ગુજરાતના સુરતમાં નહિં પરંતુ તૈલંગણા હૈદરાબાદમાં તારીખ 23 નવેમ્બર 2019ના થયો હતો. જેમાં રાહદારી એક મહિલાનું મોત થયુ હતુ. 

Avatar

Title:શું ખરેખર ગુજરાતમાં સુરતમાં આ પ્રકારે અક્સમાતનો આ વિડિયો છે…? જાણો શું છે સત્ય..

Fact Check By: Yogesh Karia 

Result: False