શું ખરેખર હાલમાં સ્વામિનારાયણ સાધુ પર દુષ્કર્મના આરોપની ફરિયાદ નોંધાઈ છે….? જાણો શું છે સત્ય…

Mixture રાષ્ટ્રીય I National

Baba Saheb નામના ફેસબુક યુઝર દ્વારા Alpesh Kathriya Fan Club  નામના પેજ પર તારીખ 9 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “વડતાલ સ્વામિનારાયણના સાધુએ યુવતી પર બે વખત દુષ્કર્મ આચર્યાની ફરિયાદ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 40 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 7 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 137 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, હાલમાં વડતાલ સ્વામિનારાયણના સાધુએ યુવતી પર બે વખત દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ.

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ તપાસા કાર્યવાહી હાથ ધરી હતી. સૌ-પ્રથમ અમે ગૂગલ પર લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ARCHIVE

ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હાલનો નહીં પરંતુ વર્ષ 2018નો છે. વર્ષ 2018માં આ પ્રકારની ઘટના બની હતી. જેને જૂદા-જૂદા મિડિયા હાઉસ દ્વારા પણ પ્રકાશિત કરવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.

NEWS18 GUJARATI | ARCHIVE

VTV NEWS | ARCHIVE

MERANEWS | ARCHIVE

આમ, ઉપરોક્ત પરિણામો પરથી એ તો સાબિત થઈ ગયુ હતુ કે, આ ઘટના હાલની નથી, તેમજ અમારી પડતાલને મજબૂત કરવા અમે આ કેસના તપાસનીસ અધિકારી જોડે વાત કરી હતી. તેમણે અમને જણાવ્યુ હતું કે, આ કેસ હજુ કોર્ટમાં ચાલુ છે. તેનો કોઈ ચુકાદો આવ્યો નથી. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ મિશ્રિત સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હાલનો નહીં પરંતુ વર્ષ 2018નો છે. હાલમાં લોકોને ભ્રામક કરવાના ઉદેશ સાથે તેને શેર કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:શું ખરેખર હાલમાં સ્વામિનારાયણ સાધુ પર દુષ્કર્મના આરોપની ફરિયાદ નોંધાઈ છે….? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: Mixture