હેલ્મેટ પહેંરવુ ફરજીઆત છે. કોર્ટ દ્વારા પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે કોઈ ચુકાદો આપવામાં આવ્યો નથી. કોઈ અસામાજીક તત્વો દ્વારા લોકોને ભ્રામક કરવા અને એડવોકેટ દેવેન્દ્ર પ્રતાતસિંહ ચૌહાણને હેરાન કરવા માટે આ પ્રકારે ખોટા મેસેજ ફેલાવવામાં આવી રહ્યા છે.

હાલમાં એક મેસેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજમાં જણાવવામાં આવ્યુ છે કે કોર્ટ દ્વારા હેલ્મેટ ચેકિંગને ફગાવી દેવામાં આવ્યુ છે. આ મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભારત દેશના તમામ રાજ્યમાં ચાલી રહેલા હેલ્મેટ ચેકિંગના કાયદાને કોર્ટે ફગાવી દિધો. તેમજ કોર્ટ દ્વારા એ પણ જણાવવામાં આવ્યુ કે હેલ્મેટ પહેંરવુ ફરજીયાત નથી.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 21 એપ્રિલ 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ભારત દેશના તમામ રાજ્યમાં ચાલી રહેલા હેલ્મેટ ચેકિંગના કાયદાને કોર્ટે ફગાવી દિધો. તેમજ કોર્ટ દ્વારા એ પણ જણાવવામાં આવ્યુ કે હેલ્મેટ પહેંરવુ ફરજીયાત નથી.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌ-પ્રથમ જો આ પ્રકારે કોર્ટ દ્વારા કોઈ ચુકાદો આપવામાં આવ્યો હોય તો દેશના તમામ મિડિયા હાઉસ દ્વારા તેની નોંધ લેવામાં આવી હોય. તેથી અમે ગૂગલ પર કીવર્ડ સાથે સર્ચ કરતા અમને કોઈ પરિણામ પ્રાપ્ત થયા ન હતા.
ત્યારબાદ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા મોબાઈલ નંબર (8299683093) પર ફોન કરતા સામા છેડે રહેલા વકીલ દેવેન્દ્ર પ્રતાતસિંહ ચૌહાણ દ્વારા અમને જણાવવામાં આવ્યુ હતુ કે, “છેલ્લા ઘણા સમયથી આ ખોટા મેસેજથી હું પરેશાન છું, છતીસગઢ, બિહાર, ઓડિશા, ઉત્તર પ્રદેશ આ બધા રાજ્યોમાં પણ આ પ્રકારે મારા મોબાઈલ નંબર અને નામ સાથે ખોટો મેસેજ ફરી રહ્યો હતો. પરંતુ આ ચારેય સ્ટેટમાં આ ખોટો મેસેજ અટકાવવામાં સફળતા મળી હતી. પરંતુ ગુજરાતના લોકો સતત આ મેસેજ વાંચી ફોન કરી રહ્યા છે. તમારા માધ્યમથીજે હું વિંનતી કરૂ છું કે, લોકો હેલ્મેટ પહેરે કારણ કે, હેલ્મેટ પહેરવું ફરજીઆત છે.”
ત્યારબાદ અમને એડવોકેટ દેવેન્દ્ર પ્રતાપસિંહ દ્વારા આ ખોટા મેસેજને લઈ લોકોને જે વીડિયો મેસેજ આપવામાં આવ્યો હતો. તે પ્રાપ્ત થયો હતો. તારીખ 13 જૂલાઈ 2019ના આ માહિતી આપવામાં આવી હતી. આ મેસેજ જોવા માટે નીચેની લિંક પર તમે ક્લિંક કરી જોઈ શકો છો.
તેમજ વધુ સર્ચ કરતા અમને સુરત પોલીસ દ્વારા તેમના ફેસબુક પેજ પર શેર કરવામાં આવેલી પોસ્ટ પ્રાપ્ત થઈ હતી. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “સોશિયલ મિડીયામાં ગુજરાત હેલ્મેટ મુકત બન્યું એવા સમાચાર ફરી રહ્યા છે પણ આ સમાચાર ખોટા છે. ગુજરાતમાં હેલ્મેટનો કાયદો યથાવત છે !”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, હેલ્મેટ પહેંરવુ ફરજીઆત છે. કોર્ટ દ્વારા પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે કોઈ ચુકાદો આપવામાં આવ્યો નથી. કોઈ અસામાજીક તત્વો દ્વારા લોકોને ભ્રામક કરવા અને એડવોકેટ દેવેન્દ્ર પ્રતાતસિંહ ચૌહાણને હેરાન કરવા માટે આ પ્રકારે ખોટા મેસેજ ફેલાવવામાં આવી રહ્યા છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:શું ખરેખર હેલ્મેટના કાયદાને સમગ્ર દેશમાંથી નાબૂદ કરી દેવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False
