
ગત સપ્તાહ વીએલસીસી ફેમિના મિસ ઈંડિયા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ સ્પર્ધામાં એક નામ ખૂબ જ ચર્ચામાં રહ્યુ હતુ. માલ્યા સિંઘ રિક્ષા ડ્રાઈવરની પુત્રી આ મંચ સુધી પહોંચી હતી. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રિક્ષા ચાલકની પુત્રી માલ્યા સિંઘ મિસ ઈન્ડિયા 2020ની વિજેતા બનવા પામી છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો મિશ્રિત સાબિત થયો છે. કારણ કે, માન્યા સિંઘએ મિસ ઈન્ડિયા 2020ની સ્પર્ધામાં રનર અપ રહી હતી એટલે કે, બીજા નંબરે રહી હતી. પહેલા નંબરે તેલંગણાની માનસા વારાણસી વિજેતા થવા પામી હતી.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Alpesh Parmar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 ફેબ્રુઆરી 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “રિક્ષા ચાલકની પુત્રી માલ્યા સિંઘ મિસ ઈન્ડિયા 2020ની વિજેતા બનવા પામી છે.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે આ અંગે ગૂગલ પર કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને નવભારત ટાઈમ્સનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “માન્યા સિંઘ મિસ ઈન્ડિયા 2020ની રનરઅપ રહી હતી. રિક્ષા ડ્રાઈવરની પુત્રી આ મંચ સુધી પહોંચવા પામી હતી.”
આ સિવાય અમરઉજાલા. ઈન્ડિયા ટુડે, એબીપી ન્યુઝ, સહિતના મિડિયા હાઉસ દ્વારા આ અંગેનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “માન્યા સિંઘ મિસ ઈન્ડિયા 2020ની રનઅપ રહેવા પામી હતી.”
તેમજ મિસ ઈન્ડિયા 2020ની વિજેતા તેલંગણાની 23 વર્ષીય માનસા વારાણસી વિજેતા થઈ હતી. ઈન્ડિયા ટુડે દ્વારા આ અંગેનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો.
તેમજ મિસ ઈન્ડિયાના આયોજકો દ્વારા તેમના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ આ ઈવેન્ટના ફોટો શેર કરવામાં આવ્યા હતા.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ મિશ્રિત સાબિત થાય છે. કારણ કે, માન્યા સિંઘએ મિસ ઈન્ડિયા 2020ની સ્પર્ધામાં રનર અપ રહી હતી એટલે કે, બીજા નંબરે રહી હતી. પહેલા નંબરે તેલંગણાની માનસા વારાણસી વિજેતા થવા પામી હતી.

Title:શું ખરેખર માલ્યા સિંઘ વર્ષ 2020ની મિસ ઈન્ડિયા બની છે….?
Fact Check By: Yogesh KariaResult: Partly False
