શું ખરેખર હાઈકોર્ટ દ્વારા આ પ્રકારે હુકમ બહાર પાડવામાં આવ્ચો.? જાણો શું છે સત્ય……

False સામાજિક I Social

ફેક્ટ ક્રેસન્ડોના વોટ્સ એપ નંબર +91 9049044263 પર એક યુઝર દ્વારા ફોટો મોકલવામાં આવ્યો હતો અને તે અંગેની સત્યતા જણાવવા માટે વિંનતી કરી હતી. તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે વોટ્સએપ ગ્રુપમાં એડમિન કોઈ સોગંધ વાળા મેસેજ, અસ્લીલ વિડીયો કે ફોટા મોકલશે તો તેને 1 વર્ષની કેદ અને 5000 હજાર રૂપિયાનો દંડ તેમજ જે નંબર ચાલુ હશે તે બંધ કરી દેવામાં આવશે. આમ, ઉપરોક્ત દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે ગૂગલ પર ઉપરોક્ત પોસ્ટ અંગે સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામો મળ્યા હતા. 

GOOGLE SEARCH.png

ARCHIVE

ઉપરોક્ત પરિણામ પરથી અમને DAILYHUNT વેબસાઈટ પર MRREPORTER નામના યુઝર દ્વારા એક આર્ટીકલ મુકવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો મેસેજ ખોટો છે. હાઈકોર્ટ દ્વારા આ પ્રકારે કોઈ હુકમ ક્યારેય પણ કરવામાં આવ્યો નથી. 

DAILY HUNT.png

DAILYHUNT | ARCHIVE 

ત્યારબાદ અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને અમદાવાદ ક્રાઈમના DCP રાજદિપસિંહ ઝાલા સાથે આ અંગે વાત કરતા તેમને અમને જણાવ્યું હતુ કે, “આ ખોટો મેસેજ છે. જે-તે સમયે આ મેસેજ ખૂબ વાયરલ થયો હતો, જો કે, આ પ્રકારે કોઈ આદેશ હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યા નથી.”

ત્યારબાદ અમે હાઈકોર્ટના વકિલ અનીલ મહેતા જોડે વાત કરી હતી તેમણે પણ અમને જણાવ્યુ હતુ કે, “આ પ્રકારે હાઈકોર્ટ દ્વારા કયારેય કોઈ આદેશ કરવામાં આવ્યા નથી. લોકોને ભ્રામક કરવા માટે આ પ્રકારે ખોટા મેસેજ વાયરલ કરવામાં આવી રહ્યા છે.

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત અહેવાલ ખોટો સાબિત થાય છે. લોકોમાં ભ્રામક્તા ફેલાવવા માટે આ પ્રકારે ખોટા મેસેજ વાયરલ કરવામાં આવ્યા હતા. 

પરિણામ

આમ, ઉપરોક્ત મેસેજ અમારી પડતાલમાં ખોટો સાબિત થાય છે. કારણ કે, હાઈકોર્ટ દ્વારા આ પ્રકારે ક્યારેય કોઈ આદેશ કરવામાં આવ્યા નથી.

Avatar

Title:શું ખરેખર હાઈકોર્ટ દ્વારા આ પ્રકારે હુકમ બહાર પાડવામાં આવ્ચો.? જાણો શું છે સત્ય……

Fact Check By: Frany Karia 

Result: False