શું ખરેખર અમેરિકામાં ટિકટોક પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે…? જાણો શું છે સત્ય…

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

Er Ashish Vasava નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 24 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “અમેરિકા દ્વારા એક સારો નિર્ણય લેવાયો છે. અમેરિકામાં ટિકટોક પર પ્રતિબંધ મુક્યો. હવે ભારતમાં ટિકટોક પર પ્રતિબંધ મુકવાનો વારો છે.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 51 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. તેમજ 13 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “અમેરિકાએ ટિકટોક પર પ્રતિબંધ લગાવ્યો હવે ભારતમાં પ્રતિબંધ મુકવામાં આવશે.

FACEBOOK | FB POST ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. ટિકટોક નામની એપ્લિકેશન બેંઈજિંગની બાયટન્સ નામની કંપનીની છે અને આ એપ્લિકેશનમાં યુઝર પોતાના ગીત, નૃત્ય વગેરેના વિડિયો અપલોડ કરી શકે છે. વર્ષ 2019માં ભારતમાં 71 મિલિયન ટિકટોક યુઝર હતા અને ચીન પછી ભારત વિશ્વમાં બીજા નંબર પર છે.

ત્યારબાદ અમે અમારી પડતાલને આગળ વધારી હતી. દરમિયાન ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, યુએસના કેટલાક સરકારી વિભાગો દ્વારા તેમના વિભાગોના તમામ કર્મચારીઓને આ એપ્લિકેશનનો ઉપયોગ કરવાનું ટાળવાની સૂચના આપી છે, આ સુરના સુરક્ષાના સંદર્ભમાં આપવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યુ હતુ. 

BUSINESS INSIDER | ARCHIVE


આ ઉપરાંત, યુએસ સેનેટ દ્વારા તમામ સંઘીય સરકારના મોબાઇલ ફોન પર આ  એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકતા નવા કાયદાનું આહ્વાવાન કરવામાં આવ્યુ છે. જોકે, આ કાયદો સંપૂર્ણ અમેરિકામાં ટિકટોક પર પ્રતિબંધ લગાવતો નથી.

ARCHIVE

ત્યારબાદ ભારતમાં ટિકટોક પર પ્રતિબંધ લગાવવાને લઈ ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે શોધતા જાણવા મળ્યુ હતુ કે, ભારતમાં ટિકટોક ખૂબ જ લોકપ્રિય છે. જો કે, ભારતમાં ટિકટોકને લઈ વિભિન્ન પરિસ્થિતી ઉદભવી હતી. ગયા વર્ષે 3 એપ્રિલ 2019ના મદ્રાસ હાઈકોર્ટ દ્વારા આ એપના ડાઉનલોડ પર પ્રતિબંધ લગાવ્યો હતો. જે અમુક સપ્તાહ બાદ હટાવી લેવામાં આવ્યો હતો. 

THEHINDUBUSINESSLINE

LIVEMINT

ત્યારબાદ, ઘણા સાસંદો દ્વારા આ એપ પર પ્રતિબંધ મુકવાની માંગ કરવામાં આવી પરંતુ સરકાર દ્વારા હજુ સુધી આ અંગેની કોઈ જાહેરાત કરવામાં નથી આવી. 

ફેક્ટ ક્રેસન્ડો દ્વારા આ અંગે ટિકટોકનો સંપર્ક કરવામાં આવ્યો છે. કોઈપણ અપડેટ હશે તે અહિંયા અપડેટ કરવામાં આવશે. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ મિશ્રિત સાબિત થાય છે. કારણ કે, ટિકટોક એપ પર અમેરિકામાં સંપૂર્ણ પ્રતિબંધ નથી મુકવામાં આવ્યો. માત્ર સરકારી કર્મચારીઓના મોબાઈલ ફોન પર પ્રતિબંધ મુકવાનો ઈરાદો છે. હાલમાં, યુએસએમાં અમુક સરકારી વિભાગે તેમના કર્મચારીઓને આ એપનો ઉપયોગ ન કરવાની સૂચના આપી છે. તેમજ ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા આ એપને લઈ કોઈ નિર્દેશ જાહેર કરવામાં નથી આવ્યા.

Avatar

Title:શું ખરેખર અમેરિકામાં ટિકટોક પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે…? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: Partly False