
Jamiat Youth Club Banaskanthaનામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 02 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 128 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા, 15 લોકો દ્વારા આ પોસ્ટ પર તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 87 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ગોધરામાં ત્રણ મુસ્લીમ યુવાનોએ જય શ્રી રામ નહિં બોલતા તેમને માર મારવામાં આવ્યો હતો.

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તેથી સૌ પ્રથમ અમે ગૂગલ પર ‘गुजरातमेमोबलिंचिंगकीपहलीकोशिशगोधरामेंहुई।’ લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને આજતકની યુ-ટ્યુબ ચેનલ ન્યુઝ તક દ્વારા પ્રસારિત એક અહેવાસ અમને પ્રાપ્ત થયો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ ABP ASMITAદ્વારા પણ આ પ્રકારે એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

ઉપરોક્ત બંને અહેવાલોમાં ફરિયાદી દ્વારા આરોપ મુકવામાં આવ્યુ હોવાનું જણવવામાં આવ્યુ હતુ, તેથી અમે ગોધરાની સ્થાનિક પોલીસનો સંપર્ક સાધી અને સમગ્ર મામલો જાણવા પ્રયત્ન હાથ ધર્યા હતા. તેમણે અમને જણાવ્યુ હતુ કે, 1 તારીખે રાત્રીના 11.14ની આસપાસ આ બનાવ બનવા પામ્યો હતો, જેની મોડી રાત્રીના 2.30 વાગ્ચે ગોધરા A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઈ હતી. ફરિયાદ નોધાયા બાદ મામલાની ગંભીરતાને લઈ DYSP, SP સહિતનો પોલીસ સ્ટાફ તપાસમાં લાગી ગયો હતો, દરમિયાન 2 ઓગસ્ટના બપોર બાદ ડીવાયએસપી આર.આઈ.દેસાઈ મિડિયા સમક્ષ આવે છે, અને માત્ર નાનકડુ નિવેદન આપી તુરંત રવાના થઈ જાય છે. જો કે, તેઓએ પોતાના નિવેદનમાં જણાવ્યુ હતુ કે, ‘આ સમગ્ર ઘટના બાઈક ઓવરટેક કરવાના લીધે જ થઈ છે. અન્ય કોઈ કારણ આ માથાકુટનું નથી’ ડીવાયએસપીનું આ નિવેદન આપ નીચે સાંભળી શકો છો.
જો કે, આ નિવેદન આપ્યાની થોડી જ ક્ષણોમાં પોલીસ દ્વારા એક પ્રેસ રિલિઝ પણ બહાર પાડવામાં આવી હતી, જેમાં પણ જણાવવામાં આવ્યુ હતુ કે, આ સમગ્ર ઘટના બાઈક ઓવરટેક કરવાના કારણે જ થઈ છે. જય શ્રી રામ બોલવવાની વાત તપાસમાં સાબિત થતી નથી. જે પ્રેસ રિલિઝ આપ નીચે વાંચી શકો છો.

જો કે, આ સમગ્ર ઘટનાને લઈ પોલીસ સાવધાની પુર્વક આગળ વધી રહી હતી, ત્યારે પોલીસ દ્વારા તારીખ 3 ઓગસ્ટના સવારે આ ઘટનાના સીસીટીવી બહાર પાડવામાં આવ્યા હતા. જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે. કે બાઈક પરથી ઉતરીને અન્ય શખ્સો દ્વારા આ ત્રણ યુવાનોને મારમારવામાં આવી રહ્યો છે. જો કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે ક્યાંય પણ જય શ્રી રામના બોલવા માટેનું કહેવામાં નથી આવ્યું. આ સીસીટીવી આપ નીચે જોઈ શકો છો.
જો કે, સીસીટીવી બહાર આવતીની સાથે જ જીલ્લા પોલીસ વડા લીના પાટીલ દ્વારા તુરંત એક પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવે છે. અને આ સમગ્ર ઘટના બાઈક ઓવર ટેક કરવાના કારણે બની હોવાનું તેમજ જય શ્રી રામ બોલવા માટે મજબુર કરવામાં આવ્યા હોવાની વાત ખોટી હોવાનું તેમજ આ બનાવમાં તાત્કાલિક ફરિયાદ નોંધી અને 4 આરોપીની ધરપકડ કરાઈ છે. જયારે 2 આરોપી માઈનોર હોવાનું જીલ્લા પોલીસ વડા લીના પાટીલ દ્વારા જણવવામાં આવ્યુ હતું. જે સમગ્ર પ્રેસ કોન્ફરન્સ તમે નીચે સાંભળી શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, પંચમહાલના જીલ્લા પોલીસ વડા લીના પાટીલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી અને આ બાબત ખોટી હોવાની માહિતી આપવામાં આવી હતી.

Title:શું ખરેખર જય શ્રી રામ ન બોલતા મુસ્લીમ ત્રણ યુવાનોને માર મારવામાં આવ્યો..? જાણો શું છે સત્ય…..
Fact Check By: Yogesh KariaResult: False
