શું ખરેખર ગીતા પ્રેસ ગોરખપુર બંધ થવાના આરે છે…? જાણો શું છે સત્ય….

False સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગીતા પ્રેસ ગોરખપુરના નામે એક માહિતી વાયરલ થઈ રહી છે. જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ગીતા પ્રેસ ગોરખપુર આર્થિક સંકટને કારણે બંધ થવાના આરે છે. ગીતા પ્રેસ પાસે તેના કર્મચારીઓનો પગાર ચુકવવાના પણ પૈસા નથી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ગીતા પ્રેસ ગોરખપુર હાલમાં કોઇ જ પ્રકારના આર્થિક સંકટમાં નથી અને આ પ્રકારની ખોટી મહિતી સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહી છે એવુ ગીતા પ્રેસ ગોરખપુર દ્વારા સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું હતું.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Kanvarji Yuvrajsinh Ji નામના ફેસબુક યુઝર દ્વારા 14 જુલાઇ, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં એવું લખવામાં આવ્યું છે કે, *દુઃખદ સમાચાર ને સુખદ બનાવવા અપીલ* ગીતા પ્રેસ ગોરખપુર બંધ થવા જઇ રહ્યો છે. સમાચારો અનુસાર ગીતા પ્રેસ તેમના કર્મચારીઓને પગાર પણ ચૂકવવાની સ્થિતિમાં નથી, કારણ કે તેઓ સનાતન ધર્મના તમામ પુસ્તકો કોઈ પણ નફો વિના વેચે છે. જો ગીતા પ્રેસ બંધ કરે તો તે હિન્દુ ધર્મનું મોટું નુકસાન થશે. આપણને ચા પણ 10 ₹ કરતા ઓછા મા મળી શકતી નથી, પરંતુ હનુમાન ચાલીસા 1 કે 2 રૂપિયામાં મેળવી શકાય છે ગીતા પ્રેસ દ્વારા પ્રકાશિત. જો આપણને ખરેખર હિન્દુ ધર્મ બચાવવામાં રુચિ છે, તો કોઈ પણ સારા કે માઠા પ્રસંગે એક એક બુક ગીતા પ્રેસ ની ખરીદી અને આપો જેમકે જન્મદિવસે એક એક હનુમાન ચાલીસા ની બુક આપો, લગ્નના દિવસે ગીતાજી આપો, સ્વજન ના સ્વર્ગવાસ નિમિતે ગીતા પ્રેસ ની કોઈપણ બુક આપો… ગીતા પ્રેસ બંધ થતા અટકાવવા ના આપણા પ્રયાસ રૂપે આ મેસેજ 20 લોકો ને મોકલીએ… . પોસ્ટમાં મૂકવામાં આવેલા લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ગીતા પ્રેસ ગોરખપુર આર્થિક સંકટને કારણે બંધ થવાના આરે છે. ગીતા પ્રેસ પાસે તેના કર્મચારીઓનો પગાર ચુકવવાના પણ પૈસા નથી.

Capture.PNG

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર ગીતા પ્રેસ ગોરખપુર બંધ થવાના આરે છે તેમજ ગીતા પ્રેસ પાસે તેના કર્મચારીઓનો પગાર ચુકવવાના પણ પૈસા નથી કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડનો ઉપયોગ કરીને સર્ચ કરતાં અમને ગીતા પ્રેસ ગોરખપુર દ્વારા 4 સપ્ટેમ્બર, 2020 ના રોજ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ગીતા પ્રેસ ગોરખપુર આર્થિક સંકટને કરણે બંધ થવાની ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

Archive

ત્યાર બાદ અમે અમારી તપાસને મજબૂત બનાવવા માટે ગીતા પ્રેસ ગોરખપુર ખાતે આઇટી વિભાગના હેડ અંશુમન ગુપ્તા સાથે આ અંગે વાત કરતા તેઓએ અમને જણાવ્યું હતું કે, ગીતા પ્રેસ ગોરખપુર આર્થિક સંકટને કારણે બંધ થઈ રહી હોવાની માહિતી તદ્દન ખોટી છે. આ પહેલાં પણ આ પ્રકારની માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી જેનું ગીતા પ્રેસ ગોરખપુર દ્વારા આ માહિતી ખોટી હોવાનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું હતું. અમારી લોકોને વિનંતી છે કે, આ પ્રકારની કોઈ પણ અફવાઓ પર ધ્યાન આપવું નહીં.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ગીતા પ્રેસ ગોરખપુર હાલમાં કોઇ જ પ્રકારના આર્થિક સંકટમાં નથી અને આ પ્રકારની ખોટી મહિતી સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહી છે એવુ ગીતા પ્રેસ ગોરખપુર દ્વારા સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું હતું.

Avatar

Title:શું ખરેખર ગીતા પ્રેસ ગોરખપુર બંધ થવાના આરે છે…?

Fact Check By: Vikas Vyas 

Result: False