જાણો તાજેતરમાં કિંજલ રબારીએ ચૌધરી સમાજના છોકરા સાથે કરેલા કોર્ટ મેરેજના મામલે ગમન સાંથલ મેદાનમાં આવ્યા હોવાના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય… 

False સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગમન સાંથલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં કિંજલ રબારીએ ચૌધરી સમાજના છોકરા સાથે કરેલા કોર્ટ મેરેજના મામલે ગમન સાંથલ મેદાનમાં આવ્યા તેનો આ વીડિયો છે પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ગમન સાંથલનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2024માં ગમન સાંથલ દ્વારા ઉપેશ પટેલ માટે આપવામાં આવેલા નિવેદનનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ કે કિંજલ રબારીના કોર્ટ મેરેજ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આ જ વીડિયો 5 ઓગષ્ટ, 2024ના રોજ એક્ટિવ ગુજરાત નામની એક યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, સાંથલ ગામના એક ગ્રુપમાં ગમન સાંથલ તેમના પરિવાર અને દીપી મા વિરુદ્ધ ઉપેશ પટેલ નામના યુવકે ટિપ્પણી કરતાં ગમન સાંથલ ગુસ્સે થયા હતા અને વીડિયો બનાવીને ઉપેશ પટેલને ધમકાવ્યા હતા. જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, વાયરલ વીડિયો તાજેતરનો નહીં પરંતુ જૂનો છે.

વધુમાં અમને આ જ વીડિયો અન્ય યુટ્યુબ યુઝર દ્વારા પણ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતો. જે તમે અહીં જોઈ શકો છો. Meldiram Official

અમારી વધુ તપાસમાં અમને આ જ વીડિયો એક ઈન્સ્ટાગ્રામ યુઝર દ્વારા પણ 5 ઓગષ્ટ, 2024ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં પણ એવી જ માહિતી આપવામાં આવી હતી કે, ગમન ભુવાજી અને ઉપેશ પટેલ સામ-સામે આવી ગયા તેનો આ વીડિયો છે.

વધુમાં અમને આ મામલે ગમન ભુવાજી અને ઉપેશ પટેલ વચ્ચે સમાધાન થઈ ગયા બાદનો વીડિયો પણ એક યુટ્યુબ યુઝર દ્વારા અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે નીચે જોઈ શકો છો.

જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, વાયરલ વીડિયો તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2024થી સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ગમન સાંથલનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2024માં ગમન સાંથલ દ્વારા ઉપેશ પટેલ માટે આપવામાં આવેલા નિવેદનનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ કે કિંજલ રબારીના કોર્ટ મેરેજ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Result Stamp

Title: જાણો તાજેતરમાં કિંજલ રબારીએ ચૌધરી સમાજના છોકરા સાથે કરેલા કોર્ટ મેરેજના મામલે ગમન સાંથલ મેદાનમાં આવ્યા હોવાના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય… 

Fact Check By: Vikas Vyas

Result: False