શું ખરેખર ગુજરાતમાં મીની લોકડાઉનના નિયમો યથાવત રાખવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

કોરોના સતત વધતા કેસ વચ્ચે રૂપાણી સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં મીની લોકડાઉન લગાવ્યુ હતુ. જેને સમાંયતરે વધારવામાં આવતુ હતુ. વાવાઝોડાં વચ્ચે આ મિનિન લોકડાઉનની અવધી 18 મે ના પૂરી થતી હતી. જે ત્રણ દિવસ વધારવામાં આવી હતી. અને તારીખ 20 મે ના નવી જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવવાના હતી. 

આ વચ્ચે ગુરૂવારે સવારથી સોશિયલ મિડિયામાં સૌરાષ્ટ્રના પ્રખ્યાત આજકાલ સાંધ્ય દૈનિકની બ્રેકિંગ પ્લેટ સોશિયલ મિડિયામાં વાયરલ થવા લાગી જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “ગુજરાતમાં મીની લોકડાઉનના નિયંત્રણો 26 તારીખ સુધી લંબાવવામાં આવ્યા.” 

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, સરકાર દ્વારા મિનિ લોકડાઉનના નિયમો ફેરફાર આંશિક અનલોકના નિયમો જાહેર કરી અને વેપાર ધંધા સવારના 9 થી 3 ખૂલ્લા રાખવાના મંજૂરી આપવામાં આવી છે. સરકાર દ્વારા મિનિ લોકડાઉન યથાવત રાખવામાં આવ્યુ હોવાની વાત તદ્દન ખોટી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Diptibhavsar Diptibhavsar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 20 મે 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ગુજરાતમાં મીની લોકડાઉનના નિયંત્રણો 26 તારીખ સુધી લંબાવવામાં આવ્યા.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર આ અંગે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને જામનગર આજકાલ સાંધ્ય દૈનિકના તંત્રી તારિક ખાનની પોસ્ટ પ્રાપ્ત થઈ હતી. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “આજકાલની પ્લેટ સાથે કોઈ ચેડાં કરીને આ ખોટા સમાચાર બનાવ્યા છે. આજકાલ આ પ્લેટ બનાવનાર તથા ફોરવર્ડ કરનાર સામે કાયદેસર કાર્યવાહી કરશે.

Facebook | Archive

ત્યારબાદ ગૂગલ પર સર્ચ કરતા અમને ન્યુઝ18 ગુજરાતીનો એક મિડિયા અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “તારીખ 21 થી 27 સુધી વેપારીઓને વેપાર ઘંધા કરવો છૂટ આપવામાં આવી છે અને સવારે 9 થી બપોરના 3 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકશે. તેમજ નાઈટ કર્ફ્યુ યથાવત રાખવામાં આવ્યુ છે. મુખ્યમંત્રી દ્વારા આ જાહેરાત અમરેલીના પીપાવાવ ખાતે કરવામાં આવી.

News18 ગુજરાતી દ્વારા તેમની વેબસાઈટ પર પણ વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. કઈ દુકાનો વેપાર ધંધાઓ ચાલુ કરી શકાશે તે જણાવવામાં આવ્યુ હતુ. જે તમે નીચે વાંચી શકો છો.

ન્યુઝ18 ગુજરાતી | સંગ્રહ

દિવ્ય ભાસ્કર, સંદેશ, ગુજરાત સમાચાર પણ આ અંગે વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. 

તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આંશિક લોકડાઉનમાં જે છૂટછાટ આપવામાં આવી તેમનું આ નિવેદન પણ તમે નીચે સાંભળી શકો છો. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટો સાબિત થાય છે. કારણ કે, સરકાર દ્વારા મિનિ લોકડાઉનના નિયમો ફેરફાર આંશિક અનલોકના નિયમો જાહેર કરી અને વેપાર ધંધા સવારના 9 થી 3 ખૂલ્લા રાખવાના મંજૂરી આપવામાં આવી છે. સરકાર દ્વારા મિનિ લોકડાઉન યથાવત રાખવામાં આવ્યુ હોવાની વાત તદ્દન ખોટી છે.

Avatar

Title:શું ખરેખર ગુજરાતમાં મીની લોકડાઉનના નિયમો યથાવત રાખવામાં આવ્યા…?

Fact Check By: Yogesh Karia 

Result: False