તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારતની મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાનના ફોટો સાથે એક માહિતી વાયરલ થઈ રહી છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાનાને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવી તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભારતની મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાનનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2019 માં તેને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી તેનો છે. આ ફોટોને તાજેતરની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યા છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 11 જાન્યુઆરી, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, We proud of you sister દેશ નું નામ રોશન કરવા વળી ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ની સલામી બેટ્સમેન સ્મૃતિ મંધાના ને અર્જુન એવોર્ડ દ્વારા રાષ્ટ્રીય સમ્માન આપવામાં આવ્યું. આપને પૂરા ભારત દેશ તરફ થી હાર્દિક વધાઈ. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાનાને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવી તેનો આ ફોટો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને ઝી 24 કલાક દ્વારા 20 ડિસેમ્બર, 2023 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં અર્જુન એવોર્ડથી સન્માનિત થનારા તમામ ખેલાડીઓના નામ આપવામાં આવ્યા હતા. આ તમામ નામોમાં અમને ક્યાંય પણ ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાનાનું નામ જોવા મળ્યું ન હતું.

આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. hindi.news18.com | aajtak.in | jagranjosh.com

ત્યાર બાદ અમે ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાનાને ખરેખર અર્જુન એવોર્ડ મળ્યો છે કે કેમ? એ જાણવાની કોશિશ કરતાં અમને વર્ષ 2019 માં દિવ્યભાસ્કર દ્વારા પ્રસારિત કરવામાં આવેલો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ કપડાંમાં સ્મૃતિ મંધાનાના ફોટો સાથે એવી માહિતી આપવામાં આવી છે કે, ભારતીય ઓપનર સ્મૃતિ મંધાનાને અર્જુન એવોર્ડથી સમ્માનિત કરવામાં આવી.

આજ માહિતી અને ફોટો સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. zeenews.india.com | pib.gov.in | jagran.com

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભારતની મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાનનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2019 માં તેને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી તેનો છે. આ ફોટોને તાજેતરની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યા છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:જાણો ભારતની મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાનને તાજેતરમાં અર્જુન એવોર્ડ મળ્યો હોવાની વાયરલ માહિતીનું શું છે સત્ય...

Written By: Vikas Vyas

Result: False