તાજેતરમાં સોશિયલ મીડિયા પર સમાચારપત્રના કટિંગનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વખતે લોકસભાની ચૂંટણીમાં જો તમે વોટ નહીં આપો તો તમારા ખાતામાંથી 350 રુપિયા કપાઈ જશે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, ભારતના ચૂંટણી પંચ દ્વારા જ આ દાવાને ખોટો ઠેરવવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર ખોટી માહિતી મૂકીને લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Baba Girnari નામના ફેસબુક પેજ દ્વારા 30 નવેમ્બર, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા સમાચારપત્રના કટિંગના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વખતે લોકસભાની ચૂંટણીમાં જો તમે વોટ નહીં આપો તો તમારા ખાતામાંથી 350 રુપિયા કપાઈ જશે.

download.png

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને PIB Fact Check દ્વારા 1 ડિસેમ્બર, 2021 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતી આ વખતે લોકસભાની ચૂંટણીમાં વોટ ન આપવા બદલ 350 રુપિયા ખાતામાંથી કાપવામાં આવશે એ માહિતીને ખોટી ગણાવવામાં આવી છે.

Archive

અમારી વધુ તપાસમાં અમને ચૂંટણી આયોગના પ્રવક્તાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ Spokeperson ECI દ્વારા 29 નવેમ્બર, 2021 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવાને ખોટો ઠેરવવામાં આવ્યો છે.

Archive

વધુમાં અમને નવભારત ટાઈમ્સ દ્વારા 28 માર્ચ, 2019 ના રોજ વ્યંગમાં પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતી મૂકવામાં આવી હતી.

screenshot-navbharattimes.indiatimes.com-2021.12.02-22_12_06.png

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, ભારતના ચૂંટણી પંચ દ્વારા જ આ દાવાને ખોટો ઠેરવવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર ખોટી માહિતી મૂકીને લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે.

Avatar

Title:શું ખરેખર આ વખતે લોકસભાની ચૂંટણીમાં વોટ ન આપવા બદલ ખાતામાંથી 350 રુપિયા કપાશે...?

Fact Check By: Vikas Vyas

Result: False