તાજેતરમાં સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીની બારત જોડો યાત્રાના નામે એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધીની સાથે ફોટોમાં જે છોકરી દેખાઈ રહી છે તેણે ઓવૈસીના મંચ પરથી ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ ના નારા લગાવ્યા હતા એ અમૂલ્યા લિયોના છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં રાહુલ ગાંધીની સાથે ફોટોમાં જે છોકરી દેખાઈ રહી છે એ અમૂલ્યા લિયોના નહીં પરંતુ તે કેરાલાના એરનાકુલમની કેએસયુ નેતા મિવા એન્ડ્રેલિઓ છે. આ ફોટોને સોશિયલ મીડિયા પર ખોટી અને ભ્રામક રીતે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

હિન્દૂ સૂટર નામના ફેસબુક પેજ દ્વારા 24 સપ્ટેમ્બર, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, આ એ જ છોકરી છે જેણે ઓવૈસીના મંચ પરથી પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા હતા અને ઓવૈસી તેને મંચ ઉપર થી ભગાડી હતી .... રાહુલ ગાંધી તેને ગળે લગાવે છે....... આ લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધીની સાથે ફોટોમાં જે છોકરી દેખાઈ રહી છે તેણે ઓવૈસીના મંચ પરથી ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ ના નારા લગાવ્યા હતા એ અમૂલ્યા લિયોના છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને વાયરલ ફોટોમાં દેખાતી યુવતી દ્વારા તેના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો સાથે કરવામાં આવેલી એક પોસ્ટ 21 સપ્ટેમ્બર, 2022 ના રોજ કરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, આ ફોટોમાં રાહુલ ગાંધીની સાથે જે યુવતી દેખાઈ રહી છે એનું નામ મિવા એન્ડ્રેલિઓ છે અને તે કેરાલાના એરાનાકુલમની કેએસયુની નેતા છે.

મીવાએ તેના ઈન્સ્ટાગ્રામ ફીડ પર એરનાકુલમમાં તેની ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધી સાથેની મુલાકાતનો વીડિયો પણ પોસ્ટ કર્યો છે. વધુમાં આપણે કોંગ્રેસના સાંસદ સાથે પણ તેનો ફોટો જોઈ શકીએ છીએ. કેરળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા વી.ડી. સાથીસનને પણ આ ફીડમાં જોઈ શકાય છે.

Instagram Post - miva_andreleo

નીચે તમે પાકિસ્તાનના સમર્થનમાં પાકિસ્તાન જીંદાબાદના નારા લગાવનાર યુવતી અમૂલ્યા લિયોના અને કેએસયુની નેતા મિવા એન્ડ્રેલિઓના ફોટો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.

અમારી મલયાલમ ફેક્ટ ચેકર, દીપા એમએ મીવા સાથે વાત કરતાં ટ્વિટર પર ભ્રામક દાવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે મીવાએ જમાવ્યું હતું કે, “ભારત જોડો યાત્રા દરમિયાન એરનાકુલમના પલારીવટ્ટમ વિસ્તારમાં લીધેલો આ મારો રાહુલ જી સાથેનો ફોટો છે. મેં ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા વીડિયોમાં તમે મને તેમની સાથે ચાલતી જોઈ શકો છો. રાહુલજી સાથેનો મારો ફોટો ખોટા સંદર્ભ સાથે શેર કરવામાં આવી રહ્યો છે.”

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં રાહુલ ગાંધીની સાથે ફોટોમાં જે છોકરી દેખાઈ રહી છે એ અમૂલ્યા લિયોના નહીં પરંતુ તે કેરાલાના એરાનાકુલમની કેએસયુ નેતા મિવા એન્ડ્રેલિઓ છે. આ ફોટોને સોશિયલ મીડિયા પર ખોટી અને ભ્રામક રીતે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Avatar

Title:પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં રાહુલ ગાંધીની સાથે પાકિસ્તાનના સમર્થનમાં નારેબાજી કરનારી છોકરી અમૂલ્યા લિયોના છે...? જાણો શુ છે સત્ય...

Fact Check By: Vikas Vyas

Result: Misleading