શું ખરેખર નીરજ ચોપરા દ્વારા કિસાનોના સમર્થનમાં અને સરકાર વિરૂધ્ધ ટ્વિટ કર્યુ…? જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

તાજેતરમાં, નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિકમાં જેવેલિન થ્રો સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે, જેના કારણે ઇન્ટરનેટ પર લોકોએ તેને અભિનંદન આપ્યા અને ગૌરવની લાગણી વ્યક્ત કરી, આ બધાની વચ્ચે, બે ટ્વિટના સ્ક્રિન શોટ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યા છે. આ ટ્વિટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “નીરજ ચોપરા દ્વારા સરકાર વિરૂધ્ધમાં અને કિસાનોના સમર્થનમાં ટ્વિટ કર્યુ હતુ.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપરા દ્વારા સરકાર વિરૂધ્ધમાં તેમજ કિસાનનો સમર્થનમાં કોઈ ટ્વિટ કરવામાં આવ્યુ નથી. તેમના નામે ફર્જી ટ્વિટ વાયરલ થઈ રહ્યા છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Nagin Gohil નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 ઓગસ્ટ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “નીરજ ચોપરા દ્વારા સરકાર વિરૂધ્ધમાં અને કિસાનોના સમર્થનમાં ટ્વિટ કર્યુ હતુ.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

સૌપ્રથમ અમે અમે વાયરલ થઈ રહેલી પહેલી તસવીરને કાળજીપૂર્વક જોઈને તપાસ શરૂ કરી, જેમાં અમને કથિત રીતે નીરજ ચોપરાના ટ્વિટર હેન્ડલમાં @neerja_chopra_ લખેલું જોવા મળ્યું. આ પછી અમે ગૂગલ પર કીવર્ડ સર્ચ કર્યું અને નીરજ ચોપરાનું ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ સર્ચ કર્યું, પરિણામે અમને તેમનું ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ મળ્યું, જેના પર અમે તેમના નામની બાજુમાં બ્લુ ટિક જોયું એટલે કે તેમનુ વેરિફાઇડ ટ્વિટર હેન્ડલ. આ પછી અમે તે હેન્ડલનું આઈડી જોયું અને તેના પર @Neeraj_chopra1 લખેલું જોયું. જે સ્પષ્ટ કરે છે કે વાયરલ થઈ રહેલી તસવીરમાં દેખાતું ટ્વિટ નીરજ ચોપરાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી નથી.

ત્યારબાદ અમે નીરજ ચોપરાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર ગયા અને તપાસ કરી કે ગોલ્ડ મેડલ જીત્યા બાદ નીરજ ચોપરાએ શું ટ્વીટ કર્યા છે. પરિણામે આ વર્ષે 8 ઓગસ્ટના રોજ સુવર્ણચંદ્રક જીત્યા બાદ અમને તેમના દ્વારા કરવામાં આવેલુ એક ટ્વિટ મળ્યું. તે ટ્વિટમાં લખવામાં આવ્યું હતું કે, “હજુ પણ આ ભાવના પર પ્રક્રિયા કરવામાં આવી રહી છે. તમારા સમર્થન અને આશીર્વાદો માટે, સમગ્ર ભારત અને સમગ્ર ભારત બહારના ખૂબ ખૂબ આભાર, જેણે મને આ ગોલ સુધી પહોંચવામાં મદદ કરી છે. આ ક્ષણ હંમેશા મારી સાથે રહેશે.

Archive

આ પછી અમે વાયરલ થઈ રહેલા ટ્વિટની તસવીરમાં આપેલ ટ્વિટર હેન્ડલ અને તેમાં વાયરલ થઈ રહેલા ટ્વિટને શોધ્યું, તે હેન્ડલ પર અમને તે ટ્વીટ મળ્યું નથી. પરંતુ આ ટ્વિટર હેન્ડલનું આઈડી જોઈને આપણે કહી શકીએ કે આ એ જ ટ્વિટર હેન્ડલ છે જેની ટ્વીટની તસવીર વાયરલ થઈ રહી છે.

Archive

નીચે તમે નીરજ ચોપરાના વેરિફાઇડ ટ્વિટર એકાઉન્ટ અને તેના નામે ચાલતા ફેક એકાઉન્ટ વચ્ચેનો તફાવત સ્પષ્ટ રીતે જોઈ શકો છો.

ત્યારબાદ અમે અન્ય વાયરલ થઈ રહેલા ટ્વિટના સ્ક્રિન શોટને કાળજીપૂર્વક જોયું, પરિણામે અમે તેમાં જોયું કે ટ્વિટ @i_am_nirajchopra નામના આઈડીથી કરવામાં આવ્યું છે. આ પછી, અમે ટ્વિટર પર કીવર્ડ સર્ચ કર્યું અને @i_am_nirajchopra નામનું ટ્વિટર હેન્ડલ ટ્વિટર દ્વારા હટાવી દેવામાં આવ્યુ હોવાનું જાણવા મળ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો. 

આ વાયરલ ટ્વિટ અને નીરજ ચોપરાના ઓરિજનલ ટ્વિટ વચ્ચેનો તફાવત તમે નીચે જોઈ શકો છો. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપરા દ્વારા સરકાર વિરૂધ્ધમાં તેમજ કિસાનનો સમર્થનમાં કોઈ ટ્વિટ કરવામાં આવ્યુ નથી. તેમના નામે ફર્જી ટ્વિટ વાયરલ થઈ રહ્યા છે.

Avatar

Title:શું ખરેખર નીરજ ચોપરા દ્વારા કિસાનોના સમર્થનમાં અને સરકાર વિરૂધ્ધ ટ્વિટ કર્યુ…?

Fact Check By: Yogesh Karia 

Result: False