શું ખરેખર મુસ્લિમ લારી વાળાઓ પાસેથી શાકભાજી ન લેવા જાહેર ચેતવણી લોકો બહાર પાડવામાં આવી…? જાણો શું છે સત્ય…

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

Uchhrang Jethwa નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 2 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જાહેર ચેતવણી આથી નગરની જાહેર જનતાને જણાવવાનું કે, “દિલ્હીમાં તા.13 માર્ચથી 24 માર્ચ 2020 સુધી તબલીગી જમાત મરકસે 2500 દેશ વિદેશથી કોરોના પોઝીટીવ લોકોને ભેગા કરી ભારત દેશના અલગ અલગ રાજ્યોમાં મોકલી કોરોનાનો ચેપ ફેલાવવાનું આંતકી કૃત્ય કર્યુ છે. તો દરેક નગરજનને ચેતવણી આપવામાં આવે છે કે તમારા એરીયામાં જે કોઈ પણ મુસ્લીમ શાકભાજીની લારીઓ વાળા, ફળ ફળાદી વાળા ફેરીયાઓ આવે તો કોઈપણ પ્રકારે તેની પાસેથી ખરીદી કરવી નહી તથી તેઓ હીન્દુ વિસ્તારોમાં આવી થૂંકી થુંકીને કોરોના ફેલાવવાનું જેહાદી કૃત્ય કરી રહ્યાં છે. માટે સચેત રહેવું તથા આ માહીતી દરેક હિન્દુ ભાઈ પોતાની પરમ ફરજ સમજીને વધુને વધુ વોટ્સએપ ગૃપમાં શેર કરી હિન્દુ લોકોને સાવચેત કરે… -જનહીતમાં જારી લખાણ સ્વરૂપમાં જાહેર નોટીસ આ પોસ્ટ સાથે શેર કરવામાં આવી હતી. આ પોસ્ટ પર 55 લોકે તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 4 લોકે તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 13 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “સરકાર દ્વારા લોકો માટે જાહેર ચેતવણી બહાર પાડવામાં આવી. અને મુસ્લિમો પાસેથી શાકભાજી લેવા મનાઈ ફરમાવવામાં આવી છે.”

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર જાહેર ચેતવણી મુસ્લિમ લારી વારાઓ પાસેથી શાકભાજી ન લેવા લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને કોઈ ખાસ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. ત્યારબાદ અમે અમારા સંપર્કના અમદાવાદ પોલીસ અધિકારીઓનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ પ્રકારે કોઈ જાહેર ચેતવણી આપવામાં આવી નથી. તેમજ આ વોટ્સઅપ મેસેજના લીધે કોઈ અનિચ્છિનય બનાવ ન બને તે માટે કંટ્રોલરૂમ દ્વારા તકેદારી રાખવા પણ આદેશ આપવામાં આવ્યો છે.”  તેમણે અમને આ આદેશની કોપી પણ મોકલાવી હતી. જે તમે નીચે જોઈ શકો છો. 

ત્યારબાદ અમારી પડતાલને વધૂ મજબૂત કરવા અમે અમદાવાદ શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયાનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ પ્રકારે કોઈ જાહેર ચેતવણી સરકારી તંત્ર દ્વારા બહાર પાડવામાં નથી આવી. સાંપ્રદાયિક માહોલ ખરાબ કરવા આવારા તત્વો દ્વારા આ પ્રકારે ખોટા મેસેજ વાયરલ કરવામાં આવી રહ્યા છે. પરંતુ આ પ્રકારની પોસ્ટથી લોકો ભ્રામક ન થાય તે અમારી અપીલ છે. અમે તમામ પોલીસ સ્ટેશનના અધિકારીને સાવચેત રહેવા જણાવવામાં આવ્યુ છે. દિલ્હીમાં મરકસમાં સામેલ લોકોની ઓળખાણ ગુજરાત પોલીસ દ્વારા કરી લેવામાં આવી છે અને તેમને આઈસોલેશન પણ કરી દેવામાં આવ્યા છે.”

કોરોના વાયરસ સામે સમગ્ર દુનિયા લડાઈ રહી છે. ત્યારે ફેક્ટ ક્રેસન્ડોની ટીમ ગુજરાતના તમામ લોકોને નમ્ર વિનંતી કરે છે કે, આ પ્રકારની અફવાઓથી દૂર રહો કોઈપણ પોસ્ટની ખાતરી કર્યા વગર તેને શેર ન કરવી..  

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, સરકાર દ્વારા આ પ્રકારે કોઈ જાહેર ચેતવણી બહાર પાડવામાં નથી આવી, તેમજ દિલ્હી મરકસમાં સામેલ લોકોની ગુજરાત પોલીસ દ્વારા ઓળખાણ કરી લેવામાં આવી છે અને તેમને આઈસોલેશન પણ કરવામાં આવ્યા છે.

Avatar

Title:શું ખરેખર મુસ્લિમ લારી વાળાઓ પાસેથી શાકભાજી ન લેવા જાહેર ચેતવણી લોકો બહાર પાડવામાં આવી…? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False