શું ખરેખર મધ્યપ્રદેશમાં સરકાર દ્વારા કરફ્યુમાં બહાર નીકળવા પર ગોળી મારવાનો આદેશ આપવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

Coronavirus False રાજકીય I Political રાષ્ટ્રીય I National

‎‎Kamlesh R Parekh નામના ફેસબુક યુઝર દ્વારા 26 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, મદયપ્રદેશમા કફઁયૂદરમ્યા બહાર નિકળે તેને ગોળી મારવાનો આદેશ જુવો વીઙીયો. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, કોરોના વાયરસને કારણે દેશમાં કરફ્યુ લાદવામાં આવ્યો છે ત્યારે મધ્યપ્રદેશ સરકાર દ્વારા જે બહાર નીકળે તેને ગોળી મારવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ પોસ્ટને 12 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. એક વ્યક્તિએ પોતાનો મત રજૂ કર્યો હતો. 125 લોકો દ્વારા આ વીડિયોને જોવામાં આવ્યો હતો. તેમજ 6 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2020.04.01-17_22_45.png

Facebook Post | Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર કોરોના વાયરસને કારણે સમગ્ર દેશમાં કરફ્યુ લાદવામાં આવ્યો છે ત્યારે મધ્યપ્રદેશ સરકાર દ્વારા જે બહાર નીકળે તેને ગોળી મારવાનો આદેશ આપવામાં આવ્યો છે કે કેમ? એ જાણવા માટે અમે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને મધ્યપ્રદેશના જનસંપર્ક વિભાગ દ્વારા 25 માર્ચ, 2020 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, સોશિયલ મીડિયા પર મધ્યપ્રદેશ સરકાર દ્વારા જબલપુરમાં કરફ્યુના સમયે જે બહાર નીકળે તેને ગોળી મારવાનો આદેશ આપવામાં આવ્યો હોવાની જે માહિતી વાયરલ થઈ રહી છે તે ખોટી અને અફવા છે. જિલ્લાના વદીવટી તંત્ર દ્વારા આ પ્રકારની ખોટી માહિતી શેર કરવા પર કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. જબલપુરના જનસંપર્ક કાર્યાલય દ્વારા આ પ્રકારની પ્રેસ રિલીઝ બહાર પાડવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને hindustanlivemedia.com દ્વારા પણ જબલપુરમાં ગોળી મારવાના આદેશને એક અફવા ગણાવતો આર્ટિકલ પ્રાપ્ત થયો હતો. 

વધુમાં અમને જબલપુરના પોલીસ અધિક્ષક દ્વારા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોને ખોટો ગણાવી આ પ્રકારની ખોટી માહિતી ફેલાવનાર પર FIR કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એવું જણાવવામાં આવ્યું હતું. 

Archive

અમારી વધુ તપાસમાં અમને ANB News દ્વારા 25 માર્ચ, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક વીડિયો સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં તેઓએ તેમની ચેનલ પર ચલાવવામાં આવેલા ખોટા સમાચાર અંગે સ્પષ્ટતા કરી હતી કે, આ સમાચાર ખોટા અને એક અફવા છે. સોશિયલ મીડિયા પર જબલપુરમાં ગોળી મારવાના આદેશવાળા જે સમાચાર ફરી રહ્યા છે તેની ANB News પુષ્ટી કરતું નથી.

Archive

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ મધ્યપ્રદેશ સરકાર દ્વારા કરફ્યુના સમયે જે બહાર નીકળે તેને ગોળી મારવાનો આદેશ આપવાની માહિતી એક અફવા છે. જેને મધ્યપ્રદેશ સરકાર દ્વારા ખોટી અને અફવા ગણાવવામાં આવી છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ મધ્યપ્રદેશ સરકાર દ્વારા કરફ્યુના સમયે જે બહાર નીકળે તેને ગોળી મારવાનો આદેશ આપવાની માહિતી એક અફવા છે. જેને મધ્યપ્રદેશ સરકાર દ્વારા ખોટી અને અફવા ગણાવવામાં આવી છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર મધ્યપ્રદેશમાં સરકાર દ્વારા કરફ્યુમાં બહાર નીકળવા પર ગોળી મારવાનો આદેશ આપવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False