શું ખરેખર કોરોના વાયરસને લઈ પોસ્ટ શેર કરનાર સામે કેન્દ્ર સરકાર દ્વારા નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે…? જાણો શું છે સત્ય…

Coronavirus False રાજકીય I Political રાષ્ટ્રીય I National

Manish Savariya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 30 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. તમામ રહેવાસીઓને આદેશ. આજે રાત્રે 12 વાગ્યા પછી દેશભરમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ લાગુ કરવામાં આવ્યો છે. આ અપડેટ મુજબ, સરકાર વિભાગ સિવાય અન્ય કોઈ નાગરિકને કોરોનાવાયરસ સંબંધિત કોઈ અપડેટ પોસ્ટ કરવા અથવા આગળ વહેંચવાની મંજૂરી નથી અને તે શિક્ષાપાત્ર ગુનો છે. ગ્રુપ સંચાલકોને ઉપરોક્ત અપડેટ પોસ્ટ કરવા અને જૂથોને જાણ કરવા વિનંતી શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 3 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 10 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “કોરોનાને લઈ પોસ્ટ શેર કરનાર સામે કેન્દ્ર સરકાર દ્વારા નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે.”

FACEBOOK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ભારતના સ્વાસ્થ્ય અને પરિવાર મંત્રાલયની વેબસાઈટ પર પોસ્ટમાં જે સુચનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે સબંધિત કોઈ પ્રેસ રિલિઝ અથવા કોઈ રિપોર્ટ મુકવામાં આવ્યો છે કે નહિં તે અંગે તપાસ કરતા અમને કોઈ રિપોર્ટ પ્રાપ્ત થયો ન હતો. 

ત્યારબાદ અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને પીઆઈબીના ઓફિશિલ  ફેક્ટ ચેક એકાઉન્ટ પર આ અંગે માહિતી આપવામાં આવી હતી અને જણાવવામાં આવ્યુ હતુ કે, “ગૃહ મંત્રાલય દ્વારા આ પ્રકારે કોઈ નિર્દેશ સોશિયલ મિડિયાને લઈ જાહેર કરવામાં આવ્યા નથી.”  આ ટ્વિટ તમે નીચે જોઈ શકો છો. 

ARCHIVE

પરિણામ

આમ, અમારી પડતાલમા ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા દાવા મુજબની કોઈ માહિતી ગૃહ મંત્રાલય દ્વારા શેર કરવામાં નથી આવી.લોકોને ભ્રામક કરવા આ માહિતી શેર કરવામાં રહી છે.

Avatar

Title:શું ખરેખર કોરોના વાયરસને લઈ પોસ્ટ શેર કરનાર સામે કેન્દ્ર સરકાર દ્વારા નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે…? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False