ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, આ ન્યુઝ પેપરનું કટિંગ એડિટ છે. અગ્નિવીર યોજના હેઠળ કોઈ ભરતી કરવામાં આવવાની નથી.

અગ્નિવીર યોજનાને લઈ જે તે સમયે સમગ્ર દેશમાં વિરોધ થયો હતો. ત્યારે હાલમાં એક ન્યુઝ પેપરનું કટિંગ વાયરલ થઈ રહ્યુ છે. જેમાં હેડલાઈનમાં લખવામાં આવ્યુ છે કે, “B.Ed. वालों के लिए बडी खुशखबरी अग्निवीर की तर्ज पर भर्ती शिक्षक भर्ती नई नियमावली राष्ट्रपति की मंजूरी” આ મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બીએડના શિક્ષકોની અગ્નિવીર યોજના હેઠળ ભર્તી કરવામાં આવશે જેની રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી આપવામાં આવી અને શિક્ષકોની ભર્તી 10 વર્ષ સુધી જ થશે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Azad Yuva નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 ઓગસ્ટ 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “બીએડના શિક્ષકોની અગ્નિવીર યોજના હેઠળ ભર્તી કરવામાં આવશે જેની રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી આપવામાં આવી અને શિક્ષકોની ભર્તી 10 વર્ષ સુધી જ થશે.”

Facebook | Fb post Archive

FACT CHECK

જો આ પ્રકારે કોઈ નિર્ણય લેવામાં આવ્યો હોય તો મિડિયા હાઉસ દ્વારા તેની નોંધ લેવામાં આવી જ હોય પરંતુ આ પ્રકારના કોઈ નિર્ણય અંગે અમને જાણવા મળ્યુ ન હતુ કે ન તો કોઈ મિડિયા હાઉસ દ્વારા તેની નોંધ લેવામાં આવી હતી.

ત્યારબાદ અમે નેશનલ કાઉન્સિલ ફોર ટીચર્સ એજ્યુકેશનની વેબસાઈટની મુલાકાત લીધી હતી. પરંતુ અમને આ પ્રકારના નિર્ણય અંગેની કોઈ માહિતી પ્રાપ્ત થઈ ન હતી.

ત્યારબાદ અમે વાયરલ ન્યુઝપેપરના કટિંગને ધ્યાન થી વાંચતા અમને આ પેપરમાં એક લાઈવ વાંચવા મળી હતી. જેમાં લખવામાં આવ્યુ હતુ કે, “उछाल*जुलाई में चार हजार से कम थ्रे ग्वार के दाम अब औसत भाव 5 हजार रुपए प्रति क्विंटल से अधिक” જે વાક્યને વાયરલ સમાચાર સાથે લેવા દેવા નથી. જે તમે નીચે જોઈ શકો છો.

ત્યારબાદ અમે ગૂગલ પર સર્ચ કરતા અમને ઓરિજનલ ન્યુઝ પેપરનું ક્ટિંગ પ્રાપ્ત થયુ હતું. જે 23 ઓગસ્ટ 2021ના પ્રસારિત કરવામાં આવી હતી. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “જિલ્લામાં છેલ્લા 20 દિવસથી ગુવારના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ભાવ એક હજારથી વધીને 1200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થયો છે. ભાવ વધવાના મુખ્ય કારણોમાં ઓછી આવક, વાયદાના વેપારમાં વધારો અને નબળો પાક હોવાનું કહેવાય છે. નવા પાકના આગમન સુધી આ ટ્રેન્ડ ચાલુ રહેશે તો ખેડૂતોને ફાયદો થશે.

ભાસ્કર

ઓરિજનલ ન્યુઝ પેપર કટિંગ અને વાયરલ ન્યુઝ પેપર કટિંગ વચ્ચેનો તફાવત તમે નીચે જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ ન્યુઝ પેપરનું કટિંગ એડિટ છે. અગ્નિવીર યોજના હેઠળ કોઈ ભરતી કરવામાં આવવાની નથી. આ નિયમ અંગેની વાત પણ મનઘડત છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ખરેખર અગ્નિવીર યોજના હેઠળ શિક્ષકોની ભરતી કરવામાં આવશે.? જેની રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી આપવામાં આવી.. જાણો શું છે સત્ય....

Fact Check By: Frany Karia

Result: False