શું ખરેખર WHO દ્વારા ભારત માટે કોઈ એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે…? જાણો શું છે સત્ય…

Coronavirus False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Bharat Dikshit નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 ફેબ્રુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની એડવાઈઝરી સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 23 લોકોએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 6 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 32 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “સરકાર દ્વારા એક એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે અને ચીનથી આવેલો સામાન ન ખરીદવા અપીલ કરવામાં આવી છે.”

FACEBOOK | FB POST ARCHIVE

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોમાં જણાવવામાં આવ્યુ છે કે, “ભારતના તહેવારોમાં સૌથી મોટો તહેવાર હોળી જે નજીકના દિવસોમાં આવા જઈ રહ્યો છે. આપણા દેશ ભારતમાં જેટલા પણ કલર ગુલાલ અને માસ્ક વહેંચાઈ છે. તેમાંથી મોટાભાગની વસ્તુઓ ચીનથી આવે છે. તમે જે વસ્તુઓને સસ્તી અને આકર્શિત સમજી ખરીદો છો. તેમાં પોલીમરના કોસીનો ઉપયોગ થાય છે. તમને જાણકારી દઈએ કે કોસી ચીન શહેરના હુનેઈ થઈ બની આવે છે. જ્યાં કોરોના વાયરસનો કહેર શરૂ થયો છે. તમામને અપીલ કરી છે કે ચીનથી આવતા સામાનનો ઉપયોગ ન કરે.

આમ ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. ફેક્ટ ક્રેસન્ડો દ્વારા વાયરલ ગ્રાફિક કાર્ડને ધ્યાનથી વાંચતા અમને જાણવા મળ્યુ હતુ કે, ઘણી વ્યકરાણ સંબંધી ભૂલ છે. જે તમે નીચે જોઈ શકો છો. તેનાથી સ્પષ્ટ થાય છે કે, WHO દ્વારા અને ભારત સરકાર દ્વારા આ પ્રકારે કોઈ ચેતવણી આપવામાં આવી નથી.

તેમજ ગૂગલ પર જૂદા-જૂદા કી વર્ડ સાથે સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, ભારત સરકાર દ્વારા ચીનમાં કોરોના વાયરસના પ્રકોપને ધ્યાને લઈ ચીનના ઉત્પાદો અંગે આ પ્રકારે કોઈ સલાહ આપવામાં આવી નથી. અમને એક પણ વિશ્વસનીય મિડિયા રિપોર્ટ પ્રાપ્ત થયો ન હતો. જેમાં સરકાર દ્વારા હોળી દરમિયાન ચીની ઉત્પાદક વસ્તુઓ વિરૂધ્ધ લોકોને સાવધાન કરવા અંગે સલાહ આપવામાં આવી હોય. કોઈ પ્રેસ રિલિઝમાં પણ આ અંગે કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. 

ખોટા ન્યુઝ પેડલર(ફેલવનાર) જેને ગ્રાફિક કાર્ડ બનાવ્યુ છે તેણે માત્ર કાર્ડની ઉપર World health organization લખી નાખ્યુ છે. હેલ્થ તેમજ ઓર્ગેનાઈઝેશનના સ્પેલિંગમાં કેપીટલ લખવામાં આવે છે. કેપિટલ લખ્યા વિના જ ડિજીટલી બનાવવામાં આવેલા આ ગ્રાફિક કાર્ડનો ઉપયોગ અરાજકતા ફેલાવવાનો છે. 

WHO અને ભારત સરકાર બંને પાસે તેમની વેબસાઈટ છે, લોગો છે, મુદ્રા છે, તેમજ હસ્તાક્ષેર છે, જેની પ્રામાણિકતા પૃષ્ટી છે. તેમજ બંને દ્વારા કોઈ દસ્તાવેજ, પ્રેસ રિલિઝ તેમજ ચેતવણી જાહેર કરવામાં આવે તો તેની વેબસાઈટ પર ઉપલબ્ધ કરવામાં આવે છે. જો કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલ ગ્રાફિક કાર્ડ મુજબની કોઈ ચેતવણી બંને વેબસાઈટ પર પ્રાપ્ત થઈ ન હતી. 

પરિણામ

આમ, ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં ખોટી સાબિત થાય છે. પોસ્ટ સાથે શેર કરવામાં આવેલ ગ્રાફિક કાર્ડ ડિજિટલી એડિટ કરી લોકોને ભ્રામક કરવામાં બનાવવામાં આવ્યું છે. WHO અને ભારત સરકાર દ્વારા આ પ્રકારે કોઈ એડવાઈઝરી જાહેર કરવામાં નથી આવી.

Avatar

Title:શું ખરેખર WHO દ્વારા ભારત માટે કોઈ એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે…? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False