શું ખરેખર યોગીની પોલ ન ખુલી જાય તે માટે પત્રકારોને રૂમમાં પુરી દેવામાં આવ્યા…? જાણો શું છે સત્ય……

Mixture રાજકીય I Political રાષ્ટ્રીય I National

Patidar Live News Gujaratનામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 30 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. લો બોલો પત્રકારોને રૂમમાં પુરી દીધા કારણ કે સીએમ સામે પોલ ના ખુલી જાયશીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 130 લોકોએ પોતાના મંતવ્યો જણાવ્યા હતા, તેમજ 3 લોકો દ્વારા પોતાના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 87 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, મુરાદાબાદમાં હોસ્પિટલની યોગી આદિત્યનાથની મુલાકાત દરમિયાન યોગીની પોલ ખુલી ન જાય તે માટે પત્રકારોને એક રૂમમાં બંધ કરી દેવામાં આવ્યા હતા. 

FACEBOOK | PHOTO ARCHIVE| ARTICLE ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ પ્રથમ અમે ગૂગલ પર “योगीआदित्यनाथकीहॉस्पिटलकीमुलाकातकेदौरानपत्रकारोंकोरूममेंबंधकरदियागया” લખતા અમને નીચે મુજબના પરિણામ પ્રાપ્ત થયા હતા. 

ARCHIVE

ઉપરોક્ત પરિણામ પરથી અમને NDTVદ્વારા પ્રસારિત કરવામાં આવેલો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે પોસ્ટમાં કરવામાં આવેલા દાવા કે પત્રકારોને રૂમમાં બંધ કરી દેવામાં આવ્યા તે વાતની સત્યતા સાબિત કરતો હતો. જે આપ નીચે જોઈ શકો છો.

ARCHIVE

જો કે, આ અહેવાલમાં ક્યાંય પણ એ આક્ષેપ ન હતો કરવામાં આવ્યો કે યોગીની પોલ ખુલી જાય તે માટે પત્રકારોને રૂમમાં બંધ કરી દેવામાં આવ્યા. જો કે, બાદમાં આ ઘટના અંગે જિલ્લા કલેક્ટર રાકેશ કુમાર સિંઘનું નિવેદન પણ અમને પ્રાપ્ત થયુ હતુ. જે નવભારત ટાઈમ્સ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યુ હતું, જેમાં તેઓ જણાવી રહ્યા છે કે, ઈમરજન્સી વોર્ડમાં ઘણા સિરિયસ દર્દીઓ ભરતી થાય છે, જ્યા મોટી સંખ્યામાં લોકો જાય તો દર્દીઓની તબીયતમાં ઘણું નુકશાન થતુ હોય છે. જે ના થાય તે માટે જ તેમને ત્યાં રોકવામાં આવ્યા હતા. તેમને બંધક બનાવ્યા અને પુરી દેવામાં આવ્યા તે વાત ખોટી છે. જે આપ નીચે જોઈ શકો છો. 

ARCHIVE | ARTICLE

જો કે, આ ઘટનાને અન્ય મિડિયા હાઉસ દ્વારા પણ પ્રસારિત કરવામાં આવી હતી જે આપ નીચે જોઈ શકો છો. 

JAGRAN.COMARCHIVE
ABP NEWSARCHIVE
LIVE HINDUSTAN.COMARCHIVE

જો કે, ઉપરોક્ત તમામ મિડિયા હાઉસ દ્વારા ક્યાય પણ એ આક્ષેપ કે દાવો કરવામાં આવ્યો ન હતો કે, યોગી આદિત્યનાથની પોલ ખુલી જાય તે માટે મિડિયા કર્મીઓને રૂમમાં પુરી દેવામાં આવ્યા હતા. 

પરિણામ

આમ, ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં મિશ્રિત સાબિત થાય છે. કારણ કે, પત્રકારોને રૂમમાં બંધ કરી દિધા તે વાત સત્ય છે. પરંતુ યોગીની પોલ ખુલી ન જાય તે માટે બંધ કરી દેવામાં આવ્યાની વાત ખોટી છે. જેનો ખુલાસો મુરાદાબાદના કલેક્ટર દ્વારા કરવામાં આવ્યો છે.

Avatar

Title:શું ખરેખર યોગીની પોલ ન ખુલી જાય તે માટે પત્રકારોને રૂમમાં પુરી દેવામાં આવ્યા…? જાણો શું છે સત્ય……

Fact Check By: Yogesh Karia 

Result: Mixture