શું ખરેખર TMC સાંસદ નૂસરત જહાં દ્વારા કરવામાં આવેલા નૃત્યનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

‎‎Jethava Suryakantનામના ફેસબુક યુઝર દ્વારા 4 ઓક્ટોમ્બર,2019   ના રોજ Rajkotians ROX ( Rangilu Rajkot ) નામના પેજ પર એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, નુસરત જહાં jay ho. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, તૃણમૂલ સાંસદ નૂસરત જહાં દ્વારા નૃત્ય કરવામાં આવ્યું તેનો આ વીડિયો છે. આ પોસ્ટને 249 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. એક વ્યક્તિએ પોતાનો મત રજૂ કર્યો હતો. 22000 થી વધુ લોકો દ્વારા આ વીડિયોને જોવામાં આવ્યો હતો. તેમજ 8 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2019.10.17-08_07_13.png

Facebook Post | Archive | Video Archive

સંશોધન

પોસ્ટમાં મૂકવામાં આવેલા વડિયોની સત્યતા તપાસવા માટે સૌપ્રથમ અમે InVID ટુલ્સનો સહારો લઈ સર્ચ કરતાં અમને RAPAIndia દ્વારા 6 ઓક્ટોમ્બર, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલો એક વીડિયો પ્રાપ્ત થયો હતો જે વીડિયો પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને હૂબહુ મળતો આવતો હતો. પરંતુ આ વીડિયોના શીર્ષકમાં એવું લખેલું હતું કે, Amazing Dhunuchi Naach 2019 by Rashmi Mishra in PBWA, Mumbai એનો ગુજરાતી મતલબ એવો થાય કે, PBWA દ્વારા 2019 ના આયોજિત એક કાર્યક્રમમાં મુંબઈ ખાતે રશ્મિ મિશ્રા દ્વારા અદભૂત ધૂનુચી નૃત્ય કરવામાં આવ્યું હતું. આ સંપૂર્ણ વીડિયો તમે નીચે જોઈ શકો છો.

Archive

 અમારી વધુ તપાસમાં અમને રશ્મિ મિશ્રા નામે એક ટ્વિટર એકાઉન્ટ પર 15 ઓક્ટોમ્બર, 2019 ના રોજ કરવામાં આવેલી એખ ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં રશ્મિ મિશ્રા દ્વારા ટાઈમ્સ ઓફ ઈન્ડિયા દ્વારા આ વીડિયોની સત્યતા સાબિત કરતી લિંક મૂકી આ વીડિયો નૂસરત જહાંનો નહીં પરંતુ મારો છે એવું લખવામાં આવ્યું હતું તેમજ વીડિયોની ઓરિજનલ લિંક પણ મૂકવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

અમારી સમગ્ર તપાસને અંતે અમને PBWA એટલે કે પવઈ બંગાળી વેલફેર એસોશિએશન દ્વારા તેમના ફેસબુક પેજ પર પણ આ વીડિયો રશ્મિ મિશ્રાનો હોવાની માહિતી સાથે 13 ઓક્ટોમ્બર, 2019 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

screenshot-www.facebook.com-2019.10.17-10_43_37.png

Archive

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં ધૂનુચી નૃત્ય કરતી મહિલા TMC સાંસદ નૂસરત જહાં નહીં પરંતુ રશ્મિ મિશ્રા છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં ધૂનુચી નૃત્ય કરતી મહિલા TMC સાંસદ નૂસરત જહાં નહીં પરંતુ રશ્મિ મિશ્રા છે.

છબીઓ સૌજન્ય : ગુગલ

Avatar

Title:શું ખરેખર TMC સાંસદ નૂસરત જહાં દ્વારા કરવામાં આવેલા નૃત્યનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: False