
ભાજપ તારા વળતાં પાણી નામના એક ફેસબુક પેજ દ્વારા 28 માર્ચ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટની અંદરના લખાણમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ભક્તોની જાણ માટે કોંગ્રેસમાં જોડાયેલ ફિલ્મ એક્ટ્રેસ ઉર્મિલા માતોંડકર સંઘ સુપ્રિમો મોહન ભાગવતની ભત્રીજી છે. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 720 લોકોએ લાઈક કરી હતી, 38 લોકોએ આ પોસ્ટ પર પોતાના અભિપ્રાય આપ્યા હતા અને 259 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું ખૂબ જ જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી.
Face book | Archive
સંશોધન
ઉપરક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ જો ઉર્મિલા માંતોડકર સંઘ સુપ્રિમો મોહન ભાગવતની ભત્રીજી હોત તો આ સમાચાર ક્યાંક ને ક્યાંક તો પ્રસારિત થયા જ હોત. પરંતુ આ માહિતી અમને ક્યાંય જોવા મળી ન હતી.. જેથી આ પોસ્ટની સત્યતા જાણવા માટે અમે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લીધો હતો અને मोहन भागवत की फेमिली સર્ચ કરતાં અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરના પરિણામોમાં અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. પરંતુ મોહન ભાગવતની બાયોગ્રાફીનો એક આર્ટિકલ પ્રાપ્ત થયો હતો જે તમે નીચેની લિંક પર જોઈ શકો છો.
ઉપરના પરિણામોમાં પણ અમને ઉર્મિલા માંતોડકર અને મોહન ભાગવત વચ્ચે કોઈ કુટુંબી સંબંધ હોવાની માહિતી પ્રાપ્ત ન થતાં અમે ગુગલમાં उर्मिला मांतोडकर की फेमिली સર્ચ કરતાં અમને નીચે મુજબ પરિણામો પ્રાપ્ત થયાં હતાં.

ઉપરના પરિણામોમાં પણ અમને ક્યાંય એવી માહિતી જોવા ન મળી કે ઉર્મિલા માંતોડકર મોહન ભાગવતની ભત્રીજી છે.
આ તમામ સંશોધનના અંતે અમે ઉર્મિલા માંતોડકરનો સંપર્ક કર્યો હતો અને તેઓને આ અંગે પૂછતાં તેમણે અમને જણાવ્યું હતું કે, “મોહન ભાગવત સાથે આ પ્રકારનો મારો કોઈ જ સંબંધ નથી. અને આ વાત તદ્દન ખોટી છે. આ અગાઉ પણ મે આ અંગે ઘણા બધા મીડિયા સામે સ્પષ્ટતા કરી છે.”

પરિણામ
આમ, અમારી પડતાલ/તપાસ કાર્યવાહીમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, ઉર્મિલા માંતોડરનો સંઘ સુપ્રિમો મોહન ભાગવત સાથે આવો કોઈ જ સંબંધ નથી.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:શું ખરેખર ઉર્મિલા માંતોડકર મોહન ભાગવતની ભત્રીજી છે…? જાણો સત્ય
Fact Check By: Dhiraj VyasResult: False
