
ઉષા રાજપુત નામના એક ફેસબુક યુઝર દ્વારા I SUPPORT NARENDRA MODI નામના પેજ પર 28 એપ્રિલ 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, “यह एक गुजराती भाई है जो यह विडियो वह इटली से करके दिखा रहे है की यह बिल्डिंग राहुल गांधी ( पप्पू ) की है जो इंडिया को लूटकर बनाई गई है । जागो भारत जागो , अभी नही तो कभी नहीं ।“ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 262 લોકોએ પોતાના અભિપ્રાયો આપ્યા હતા, 32 લોકોએ પોતાના મંતવ્ય જણાવ્યા હતા, જયારે 285 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી.

ઉપરોક્ત પોસ્ટની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી, ઉપરોક્ત વીડિયો અમને ટ્વિટર અને યુટ્યુબ પર મળ્યો હતો, તેમજ ફેસબુક પર આ વીડિયો અંગ્રેજી અને હિન્દીમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો હતો,
જો રાહુલ ગાંધી પાસે આટલી મોટી અસાધારણ મિલ્કત હોય તો, આ સમાચાર ભારતમાં બઘા જ ન્યૂઝ પેપર અને ન્યૂઝ ચેનલની હેડલાઈન બન્યા હોત. પરંતુ આ વાતની કોઈને જાણ પણ ન હોય તે વાત ખરેખર આશ્ચર્ય પેદા કરે છે, માટે આ વીડિયોની સત્યતા તપાસવી જરૂરી હતી.
સંશોધન
સૌપ્રથમ અમે આ વીડિયોને યૂ-ટ્યુબ પર શોધતાં અમને 27 એપ્રિલ 2019ના રંગા પ્રોપર્ટીઝ નામના યુઝર દ્વારા અપલોડ કરવામાં આવેલો વીડિયો પ્રાપ્ત થયો હતો, માટે અમે આ વીડિયોને WATCH FRAME BY FRAME પર જોયો અને અમે આ બિલ્ડિંગને શોધવાનો પ્રયત્ન કર્યો હતો. વીડિયોને 19 સેકેન્ડ પર રોકી તેનો સ્ક્રિનશોટ લઈ અમે તેને ગૂગલ રિવર્સ ઈમેજ પર સર્ચ કર્યું હતું. પરિણામમાં અમને જાણવા મળ્યું હતું કે આ બિલ્ડિંગ ઈટલીના ટયુરિનમાં પિયાજા કૈસ્ટેલો નામની એક જગ્યા છે ત્યાંની છે.

વીડિયોમાં જોવા મળતી બિલ્ડિંગો ઈટાલીના ટયૂરિન શહેરના પિયાજા કૈસ્ટેલો નામના વિસ્તારની એક જગ્યા છે, આ ઐતિહાસિક બિલ્ડિંગમાં સંગ્રહાલય, થિયેટર અને મહેલ આવેલા છે, જેમાં 16મી શતાબ્દીમાં બનાવવામાં આવેલો રોયલ પેલેસ ઓફ ટયૂરિન પણ આવેલું છે, ઘણી વાસ્તુકલા પરિસર યુનેસ્કો દ્વારા સંરક્ષિત વિશ્વ વિરાસત સ્થળ છે,
અમે પિયાજા કૈસ્ટેલોને ગૂગલ મેપ્સમાં સ્ટ્રિટ વ્યૂ ની મદદથી જોઈ હતી.
નીચે તમે પિયાજા કૈસ્ટેલોમાં રોયલ પેલેસને ગૂગલ સ્ટ્રીટ વ્યૂમાં દેખાડવામાં આવ્યું છે. જેમાં મહેલના એક સ્ક્રિનશોટની સાથે જોડવામાં આવ્યો હતો. અમે દરેક એંગલથી ઉપરોક્ત પોસ્ટના વીડિયોને સ્ટ્રીટ વ્યૂના ફોટો સાથે સરખાવ્યો હતો.

બીજા એંગલથી પણ અમે ઉપરોક્ત પોસ્ટના વીડિયોને સ્ટ્રીટ વ્યૂ સાથે સરખાવ્યો હતો.

ટ્રિપ એડવાઈઝર નામની વેબસાઈટ પર પણ અમને આ ફોટો મળી હતી, આ જગ્યાનું નામ પિયાજા કૈસ્ટેલો, ટયૂરિન, ઈટલી લખ્યું હતું. વધુમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્ચો હતો કે આ જગ્યા 1564માં વિટજોજી દ્વારા ડિઝાઈન કરવામાં આવી હતી.

વિકિપીડિયા દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે રોયલ પેલેસ ઓફ ટયૂરિન ઉત્તર ઈટલીમાં ટયૂરિન શહેરમાં હાઉસ ઓફ સેવોય નો એક ઐતિહાસિક મહેલ છે. 1946માં આ બિલ્ડિંગ રાજ્યની સંપતિ બની ગઈ હતી અને તેને સંગ્રહાલય બનાવી દેવામાં આવ્યું હતું. ક્યાંય પણ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો કે આ બિલ્ડિંગને રાહુલ ગાંધી દ્વારા વેચાતી લેવામાં આવી છે. 1997માં તેને યુનેસ્કોની વિશ્વ સંપત્તિ સ્થળની યાદીમાં સામેલ કરવામાં આવ્યું હતું, જેમાં હાઉસ ઑફ સેવોયના 13 અન્ય આવાસો પણ વિશ્વની સંપત્તિ યાદીમાં સામેલ છે.

આ વાતની પુષ્ટી યૂનેસ્કોની ઓફિશિયલ વેબ સાઈટ પર પણ કરવામાં આવી છે, રોયલ હાઉસ ઓફ સેવોયને ઐતિહાસિક સ્થળની યાદીમાં દરરજો મળ્યો હતો, ઈટલીની પિયાજા કૈસ્ટેલોમાં આવેલા રોચલ પૈલેસ ઓફ ટ્યૂરિનની ફોટોને પણ આ યાદીની ગેલેરીમાં જોઈ શકાય છે.
પિયાજા કૈસ્ટેલોના યૂ-ટ્યુબ પર પણ આ વીડિયો ઉપલબ્ઘ છે, જેમાં સમાન વાસ્તુકલા પરિસર દેખાડવામાં આવી હતી, આ વીડિયો 3 ઓગસ્ટ 2017ના અપલોડ કરવામાં આવ્યો હતો.
આ વીડિયો સાથે પિયાજા કૈસ્ટેલોમાં આવેલો રોયલ પેલેસનો વીડિયો યૂ-ટ્યુબ પર અમને મળ્યો હતો.
પરિણામ
આમ, ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો સાબિત થાય છે, વીડિયોમાં દેખાડવામાં આવેલી બિલ્ડિંગ ટ્યૂરિન, ઈટલીના એક શહેરમાં આવેલા પિયાજા કૈસ્ટેલોના એક વિસ્તાર છે. જેમની સાથે રોયલ પેલેસ ઓફ ટ્યૂરિનને પણ સરખાવવમાં આવ્યો હતો, આ બિલ્ડિંગ રાજ્યની સંપતિ થઈ ગઈ છે, રાહુલ ગાંધી આ ઈમારતના માલિક નથી.
