
Ajay Sharma નામના ફેસબુક યુઝર દ્વારા WE SUPPORT NARENDRA MODI નામના પેજ પર તા 23 મે 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “वायनाड में राहुल के जीतने के बाद #जश्न की तस्वीर,फ़ोटो में तिरंगा ढूंढने बाले को उचित इनाम दिया जाएगा ! अपने देश के कुछ बुद्धजीवियों का कहना है खांग्रेस इसलिए जीती चुकी वहां के लोग साक्षर हैं लानत है आपकी सोच पे महाराज !! भाइयों खांग्रेस सिर्फ इसीलिये वहां जीती चुकी सामनेवाला फिरोज खान का पोता था” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 73 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા, 9 લોકો દ્વારા તેમના મંતવ્યો જણાવવામાં આવ્યા હતા. તેમજ 63 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી.

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા જાણવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ પ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને મળેલા પરિણામો માં 17 એપ્રિલ 2017ના ધ હિન્દુ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા સમાચાર પ્રાપ્ત થયા હતા. સમાચારમાં ઉપરોક્ત પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી ફોટોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. “સોમવારના કોમલપ્પુરમ જંક્શનમાં ઉપચુનાવના પરિણામ પર ઉજવણી કરતા આઈયુએમએલ કાર્યકર્તા.”

ઉપરોક્ત સમાચારને અમે ગૂગલ પર સર્ચ કરતા મળેલા પરિણામમાં અમને ટાઈમ્સ ઓફ ઈન્ડિયા દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. સમાચારમાં લખવામાં આવ્યુ હતુ કે, કોંગ્રેસ-યૂનાઈટેડ ડેમો ક્રેટિક ફ્રંટ દ્વારા આયોજિત મુસ્લિમ લિંગના ઉમ્મેદવાર કુન્હલિકુટ્ટીને 17 એપ્રિલ 2017ના 1.7 લાક મત સાથે મલપ્પુરમની ઉપચુંટણી જીતી હતી.

ઉપરોક્ત સંશોધનથી અમને જાણવા મળ્યુ હતુ કે આ ફોટો બે વર્ષ જૂની છે. તેમજ આ ઉજવણી વાયનાડની પણ નથી પરંતુ મલ્લાપુરમમાં ઉજવણી કરાઈ હતી. ત્યારબાદ અમે અલગ અલગ જગ્યાએ આ ફોટોને શોધતા અમને જાણવા મળ્યુ હતુ કે, આ ફોટો મલ્લાપુરમના મનોરમા સર્કલ નામની જગ્યાનો છે. ગૂગલ મેપમાં પણ આ જગ્યા શોધવાનો પ્રયત્ન કર્યો હતો. પરિણામમાં અમને આ જગ્યા ગૂગલ સ્ટ્રીટ વ્યૂના માધ્યમથી મળી હતી.
અમને શાહુલ હમીદ મુનેસ નામના એક ગૂગલ યુઝર દ્વારા મનોરમા સર્કલની ફોટો મળી હતી. આ ફોટોની સાથે અમને વાયરલ ફોટોની તુલના કરતા અમને જાણવા મળ્યુ હતુ કે આ ફોટો મનોરમા સર્કલથી લેવામાં આવી હતી. નીચે તમે બંને વચ્ચેનો તફાવત જોઈ શકો છો.

પરિણામ
ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં ખોટી સાબિત થાય છે. કારણ કે, ઉપરોક્ત ફોટો વાયનાડના સેલિબ્રેશનની નથી. પરંતુ 2 વર્ષ પહેલાની મલ્લાપુરમની છે.

Title:શું ખરેખર આ રાહુલ ગાંધીની જીતની ઉજવણીના દ્રશ્યો છે…? જાણો શું છે સત્ય…
Fact Check By: Frany KariaResult: False
