
Chetan Jagatiya નામના એક ફેસબુક યુઝર દ્વારા 22 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, સાહેબે ધર્મ પરિવર્તન કરેલ છે જેની નોંધ લેવી…. આ પોસ્ટને લગભગ 39 જેટલા લોકોએ લાઈક કરી હતી. 1 વ્યક્તિએ પોસ્ટ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી તેમજ 34 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે આ પોસ્ટને લઈને અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી.
Facebook | Archive
સંશોધન
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી પોસ્ટની સત્યતા જાણવા માટે અમે સૌપ્રથમ ગુગલનો સહારો લીધો અને me pathan ka bachcha hu : modi સર્ચ કરતા અમને નીચે મુજબ પરિણામો પ્રાપ્ત થયા.

ઉપરોક્ત પરિણામોમાં અમને ઘણા બધા મીડિયા હાઉસ દ્વારા આ સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હોવાનું પ્રાપ્ત થયું. ઉપરોક્ત પરિણામોમાં અમને જાણવા મળ્યું કે 23 ફેબ્રુઆરી, 2019 ના રોજ રાજસ્થાનના ટોંક શહેરમાં યોજાયેલી ભાજપની એક રેલીમાં પુલવામામાં થયેલા હુમલા અંગે મોદી ઈમરાન ખાન સાથે જે વાતચીત થઈ હતી તે જણાવે છે. ત્યાર બાદ અમને દેશ ગુજરાત દ્વારા 23 ફેબ્રુઆરી, 2019ના રોજ અપલોડ કરેલો મોદીના આ ભાષણનો સંપૂર્ણ વીડિયો પ્રાપ્ત થયો જે તમે નીચે જોઈ શકો છો.
જ્યારે આ સંપૂર્ણ વીડિયો અમે ધ્યાનથી સાંભળ્યો ત્યારે અમને જાણવા મળ્યું કે, પ્રધાનમંત્રી મોદી મે પઠાન કા બચ્ચા હુ એવું બોલ્યા તો છે પણ આ પહેલાં તેઓએ એવું જણાવ્યું હતું કે, જ્યારે મે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાનખાનને કહ્યું કે, હવે તમે રાજનીતિમાં આવ્યા છો અને રમતની દુનિયામાંથી આવ્યા છો. તો આવો ભારત અને પાકિસ્તાન મળીને ગરીબી સામે લડીએ, શિક્ષણ માટે લડીએ, અંધશ્રદ્ધા સામે લડીએ આ વાત મે તેમને એ દિવસે કહી હતી. ત્યારે તેમણે મને એક વાત એ પણ કહી હતી કે, મોદીજી, મે પઠાન કા બચ્ચા હુ, મે સચ્ચા બોલતા હુ, મે સચ્ચા કરતા હુ… મોદીજીના ભાષણમાં તમે 18.55 મિનિટથી 19.36 મિનિટ વચ્ચે આ વાક્યને સાંભળી શકો છો.
આમ, આ સંપૂર્ણ પરિણામો પરથી એ જાણવા મળ્યું કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે મે પઠાન કા બચ્ચા હુ એ વાક્ય મોદી નહીં પણ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન બોલ્યા હતા. પરંતુ વીડિયોમાં એડિટીંગ કરીને આગળનો ભાગ દૂર કરી લોકોને ગેરમાર્ગે દોરવા કેટલાક ઠગબાજો દ્વારા આ પ્રમાણે ખોટી માહિતી શેર કરવામાં આવે છે.
તમે વાયરલ થઈ રહેલા ખોટા વીડિયો અને સાચા વીડિયો વચ્ચેનો તફાવત નીચે જોઈ શકો છો.
તમે આ સંપૂર્ણ સ્ટોરીનું ફેક્ટ ચેક અમારી હિન્દી વેબસાઈટ પર પણ નીચે લિંક પર ક્લિક કરીને જોઈ શકો છો.
પરિણામ:
આમ, અમારા તમામ સંશોધન બાદ અમે એ પરિણામ પર પહોંચ્યા છીએ કે, ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે મે પઠાન કા બચ્ચા હુ એ મોદી નહીં પરંતુ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન બોલ્યા હતા. તેથી આ દાવો સંપૂર્ણપણે ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:શું ખરેખર મોદીએ કહ્યું મે પઠાન કા બચ્ચા હુ…? જાણો શું છે સત્ય…
Fact Check By: Dheeraj VyasResult: False
