
Gujarat Samachar નામના એક ફેસબુક પેજ દ્વારા 8 મે, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, મોદીને થપ્પડ મારવાનું મન થાય છે: મમત બેનર્જી. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 1100 લોકોએ લાઈક કરી હતી, 611 લોકોએ આ પોસ્ટ પર પોતાના અભિપ્રાય આપ્યા હતા અને 45 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મિડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું ખૂબ જ જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી.
Facebook | Archive
સંશોધન
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી ઉપરની પોસ્ટનું સત્ય જાણવા માટે અમે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ મોદીને થપ્પડ મારવાનું મન થાય છે સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરના પરિણામોમાં અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે ઘણા બધા સમાચાર પ્રાપ્ત થયા. લગભગ બધા મીડિયા માધ્યમો દ્વારા આ સમાચારને ખોટી રીતે પ્રસ્તુત કરવામાં આવ્યા છે. જે તમે નીચે જોઈ શકો છો.
અમારી વધુ તપાસમાં અમને 7 મે, 2019 ના રોજ ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ દ્વારા ટ્વિટર પર મૂકવામાં આવેલો એક વીડિયો પ્રાપ્ત થયો હતો. જેને ધ્યાનથી સાંભળતાં અમને માલૂમ પડ્યું હતું કે મમતા બેનર્જી દ્વારા બંગાળી ભાષામાં ભાષણ કરવામાં આવ્યું છે તો અમે અમારા બંગાળી ભાષાના નિષ્ણાત પાસે આ અંગે જાણવાની કોશિશ કરી તો તેઓએ અમને જણાવ્યું હતું કે, મમતા બેનર્જીએ ક્યાંય પણ એવું નથી કહ્યું કે, મોદીને થપ્પડ મારવાનું મન થાય છે પણ તેઓએ એવું કહ્યું છે કે, જ્યારે નરેન્દ્ર મોદી બંગાળ આવ્યા અને તેઓએ ટીએમસી લૂટારાઓથી ભરી પડી હોવાનો આરોપ લગાવ્યો ત્યારે મને એમને લોકતંત્રરૂપી જોરદાર તમાચો મારવાનું મન થયું હતું. પરંતુ મીડિયા માધ્યમો દ્વારા આ માહિતીને લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી છે. આ વીડિયો તમે નીચે જોઈ શકો છો.
ત્યાર બાદ આજ તક અને જનસત્તા દ્વારા પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગેની ટ્વિટ અમને પ્રાપ્ત થઈ હતી જે તમે નીચે જોઈ શકો છો.
ત્યાર બાદ જનસત્તા દ્વારા પ્રસારિત કરવામાં આવેલો એક આર્ટિકલ પણ અમને પ્રાપ્ત થયો જેમાં લખેલું છે કે, મમતા બેનર્જીએ મોદીને થપ્પડ મારવાની વાતનો વિરોધ કર્યો છે તેમણે કહ્યુ છે કે, મોદીને થપ્પડ મારવાની વાત ક્યારેય નથી કરી પરંતુ એટલું જરૂર કહ્યું છે કે, મોદીને લોકતંત્રરૂપી થપ્પડ જરૂર પડશે. જે સંપૂર્ણ આર્ટિકલ તમે નીચે જોઈ શકો છો.
અમારી આ સંપૂર્ણ તપાસને અંતે અમને ANI દ્વારા કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ જેમાં પણ મમતા બેનર્જીએ મોદીને લોકતંત્રરૂપી થપ્પડની વાત કરી હોવાનું સ્પષ્ટ જોઈ શકાય છે. જે વીડિયો તમે નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલ/તપાસ કાર્યવાહીમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, મમતા બેનર્જીએ મોદીને થપ્પડ મારવાની વાત નથી કરી પરંતુ લોકતંત્રરૂપી થપ્પડની વાત કરી છે.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:શું ખરેખર મમતા બેનર્જીએ કહ્યું કે, મોદીને થપ્પડ મારવાનું મન થાય છે…! જાણો સત્ય
Fact Check By: Dhiraj VyasResult: False
