Fake News: રાજ ઠાકરેના નામે કંગના રાણાવત, કરીના કપૂર વિશે ફેક ટ્વિટ વાયરલ... જાણો શું છે સત્ય…
રાજકારણીઓના નામે નકલી ટ્વિટ ઇન્ટરનેટ પર વાયરલ થતી રહે છે. ફેક્ટ ક્રેસેન્ડોએ આવા ઘણા ટ્વિટ પર સંશોધન કર્યું છે અને તેનું સત્ય વાંચકો સમક્ષ લાવ્યું છે.
આ દિવસોમાં MNS ચીફ રાજ ઠાકરેના નામે એક આવી જ ટ્વિટ શેર કરવામાં આવી રહી છે. જેમાં લખ્યું છે કે, “જો આપણને કંગના જેવી બહાદુર મહિલા મળી હોત તો બાબર આગળ વધી શક્યો ન હોત. પરંતુ અફસોસ, કરિના જેવી વધુ મળી જેણે ઘૂંટણિયા ટેકી અને તૈમૂર પેદા કરતી રહી.”
આ ટ્વિટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મનસેના પ્રમુખ રાજ ઠાકરે દ્વારા કંગના રાણાવત અને કરિના કપૂરને લઈ ટ્વિટ કર્યુ.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, ફોટોમાં જોવા મળતી ટ્વિટ મનસે ચીફ રાજ ઠાકરેના વેરિફાઈડ અને ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી નથી કરવામાં આવ્યુ. લોકોમાં ભ્રામક્તા ફેલાવવા માટે આ ટ્વિટરનો સ્ક્રિન શોટ શેર કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Naresh Gandhi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 નવેમ્બર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મનસેના પ્રમુખ રાજ ઠાકરે દ્વારા કંગના રાણાવત અને કરિના કપૂરને લઈ ટ્વિટ કર્યુ.”
FACT CHECK
તપાસની શરૂઆત અમે ગૂગલ પર કીવર્ડ સર્ચ કર્યું. પરિણામે, રાજ ઠાકરેએ આવું ટ્વીટ કર્યું હોવાની પુષ્ટિ કરી શકે તેવા કોઈ વિશ્વસનીય સમાચાર લેખ અમને મળ્યા ન હતા.
આ પછી અમે આ ટ્વીટની તસવીર ધ્યાનથી જોઈ. જે ટ્વિટર હેન્ડલ પરથી આ ટ્વિટ કરવામાં આવી છે તેનું નામ @iRajThackerey છે. આ નામ હેઠળ કોઈ ટ્વિટર એકાઉન્ટ ઉપલબ્ધ નથી.
પછી અમે ટ્વિટર પર કીવર્ડ સર્ચ કરીને રાજ ઠાકરેના સત્તાવાર ટ્વિટર હેન્ડલને શોધી કાઢ્યુ હતુ. અમને જાણવા મળ્યું કે તેમનું વેરિફાઈડ અને ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ @RajThackeray નામનું છે.
ઉપરોક્ત માહિતી પરથી કહી શકાય કે જે ટ્વિટર હેન્ડલથી વાયરલ ટ્વિટ કરવામાં આવ્યુ છે તે રાજ ઠાકરેના વેરિફાઈડ હેન્ડલથી અલગ છે.
ત્યારપછી અમે રાજ ઠાકરેના વેરિફાઈ ટ્વિટર હેન્ડલ પર ગયા અને તેમણે આવી કોઈ ટ્વિટ કરી છે કે કેમ તે તપાસવાનો પ્રયાસ કર્યો. અમને તેમના હેન્ડલમાં આવી કોઈ ટ્વિટ મળી ન હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ફોટોમાં જોવા મળતી ટ્વિટ મનસે ચીફ રાજ ઠાકરેના વેરિફાઈડ અને ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી નથી કરવામાં આવ્યુ. લોકોમાં ભ્રામક્તા ફેલાવવા માટે આ ટ્વિટરનો સ્ક્રિન શોટ શેર કરવામાં આવી રહ્યો છે.
Title:Fake News: રાજ ઠાકરેના નામે કંગના રાણાવત, કરીના કપૂર વિશે ફેક ટ્વિટ વાયરલ...
Fact Check By: Yogesh KariaResult: False