શું ખરેખર ભરૂચમાં EVMનો નાશ કરવામાં આવ્યો હતો..? જાણો શું છે સત્ય…

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

Padhiyar Shambhu નામના ફેસબુક યુઝર દ્વારા 22 એપ્રિલ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, #गुजरात मोडल की तरह कम मार्जिन से हारी हुई सीट जीत में तब्दील करने के लिए अधिकारियों पै दबाव बनायेगे। बाद में इस सिटो के EVM नष्ट किये जायेंगे (भरूच विधानसभा की तरह) શીર્ષક સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 22 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા, તેમજ 33 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના માધ્યમથી દાવો કરવામાં આવ્યો હતો કે, ભરૂચ વિધાન સભામાં EVMનો નાશ કરવામાં આવ્યો હતો તેમ આ વખતે પણ EVMનો નાશ કરવામાં આવશે.

ARCHIVE | PHOTO ARCHIVE

GOOGLE SEARCH.png

ઉપરોક્ત પોસ્ટમાં શેર કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા સૌપ્રથમ પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી ફોટોને અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી શોધવાનો પ્રયત્ન કર્યો હતો. ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામ પ્રાપ્ત થયા હતા.

ARCHIVE

ઉપરોક્ત પરિણામ પરથી અમને હાર્દિક પટેલ દ્વારા કરવામાં આવેલુ ટ્વીટ પ્રાપ્ત થયુ હતું. 21 ડિસેમ્બર 2017ના કરવામાં આવેલા ટ્વિટમાં ઉપરોક્ત પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો પણ અમને પ્રાપ્ત થયો હતો. જેમાં લખવામાં આવ્યુ હતુ કે, EVM से भरी हुवी ट्रक ने भरूच के पास पलटी मारी,ड्राइवर को कुछ नहीं हुवा लेकिन EVM टूट गए हैं।જે આપ નીચે જોઈ શકો છો.

ARCHIVE

જો ખરેખર આ પ્રકારે કોઈ EVMથી ભરેલી ટ્રક પલ્ટી ખાઈ ગઈ હોય તો તે સમાચાર મિડિયામાં આવ્યા જ હોય તેથી અમે ગૂગલ પર ભરૂચ પાસે EVM ભરેલી ટ્રક પલ્ટી લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

GOOGLE SEARCH 1 .png

ARCHIVE

ઉપરોક્ત પરિણામો પરથી અમને ન્યુઝ 18 ગુજરાતી વેબસાઈટ દ્વારા 1 ડિસેમ્બર 2017ના પ્રસારિત કરવામાં આવેલો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “ગુજરાત વિધાનસભાની ચૂંટણીની મત ગણતરી થઈ ગયા બાદ ભરૂચ કલેક્ટર ઓફિસે ઈવીએમ જમા કરવા જતી વખતે ટ્રક પલ્ટી ખાઈ ગઈ હતી અને EVM વેર વિખેર થઈ ગયા હતા.

NEWS 18 ARTICLE.png

ARCHIVE

બાદમાં આ ઘટનાની વધુ માહિતી મેળવવા અમે તે સમયના ભરૂચ જિલ્લાના કલકેટર સંદિપ સાંગલે સાથે વાત કરી હતી, તેમણે અમને જણાવ્યુ હતું કે, ઇવીએમ અને વીવીપેટ મશીનના આ યુનિટ જમ્બુસરથી ભરૂચ ગોડાઉન ખાતે આવી રહ્યા હતા. નવ  ડિસેમ્બરે ભરૂચમાં મતદાન હતું ત્યારે જમ્બુસર વિધાનસભા બેઠક માટે આ યુનિટ્સ રિઝર્વ યુનિટ્સ તરીકે રાખવામાં આવ્યા હતા તેનો ઉપયોગ ચૂંટણીમાં કરવામાં નહોતો આવ્યો.

આમ અકસ્માતમાં રોડ પર પડી ગયેલા EVMને ખોટી રીતે મુકી લોકોને ખોટો મેસેજ આપવાનો પ્રયાસ ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવી રહ્યો છે.

પરિણામ

અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ભરૂચ વિધાનસભા સમયે કે તે બાદ પણ કોઈ EVMનો નાશ કરવામાં આવ્યો નથી.  

Avatar

Title:શું ખરેખર ભરૂચમાં EVMનો નાશ કરવામાં આવ્યો હતો..? જાણો શું છે સત્ય…

Fact Check By: Frany Karia 

Result: False