
Dhaval Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “साहब मना रहे अपना जन्मदिन उद्योगपतियों के साथ गिलास टकराकर देश का युवा कर रहा आत्महत्या बेरोजगारी से तंग आकर…” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 25 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 4 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 9 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “નરેન્દ્ર મોદી દ્વારા તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી તેનો આ વિડિયો છે.”

FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને બેસ્ટ હિન્દી ન્યુઝ ચેનલ દ્વારા પ્રકાશિત આ વિડિયો અમને પ્રાપ્ત થયો હતો. 2.49 મિનિટના આ વિડિયોના શીર્ષકમાં લખવામાં આવ્યુ હતુ કે, “What is Drinking PM MODI by saying Cheers, आखिर मोदी क्या पी रहे हैं।” જે વિડિયો તમે નીચે જોઈ શકો છો.
ત્યારબાદ ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને એક ટ્વિટ પ્રાપ્ત થયુ હતુ. ઈઝરાયલમાં બોલાતી હીબ્રુ ભાષામાં લખવામાં આવ્યુ હતુ કે, “કેટલાક અને સમૃદ્ધ સંબંધ” આ ટ્વિટમાં પણ વિડિયો જોઈ શકાય છે. આ ટ્વિટ અમિચાય સ્ટેન નામના સંવાદદાતા જે કાન નામની એક પ્રસારણ કંપનીમાં કાર્યરત છે તેમના દ્વારા કરવામાં આવ્યુ હતુ. અમિચાય સ્ટેન દ્વારા આ ટ્વિટ 6 જૂલાઈ 2017ના કરવામાં આવ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.
ત્યારબાદ આ વિડિયો ક્યાંનો છે તેમજ વાયરલ વિડિયોના દ્રશ્ય કઈ જગ્યાના છે. તે જાણવા અમે પ્રયત્ન કરતા અમને સમાચારના અહેવાલ પ્રાપ્ત થયા હતા. જે અહેવાલમાં વાયરલ થઈ રહેલા વિડિયોમાં દેખાતા દ્રશ્યના ફોટો પ્રકાશિત કરવામાં આવ્યા હતા.
જે સમાચાર પત્રોના અહેવાલ મુજબ પ્રધાનમંત્રી જુલાઈ 2017માં ત્રણ દિવસના ઈઝરાઈલ પ્રવાસ માટે ગયા હતા. તમને જણાવી દઈએ કે, પ્રધાનમંત્રી યહૂદી રાજ્યનો પ્રવાસ કરવા વાળા પહેલા ભારતીય વડાપ્રધાન છે. અને ત્યાં ઈઝરાઈલ સાથે અમુક મહત્વપૂર્ણ સમજોતા પર હસ્તાક્ષર કરવા ગયા હતા. ધ ઈન્ડિયન એક્સપ્રેસ સમાચારના અહેવાલ અનુસાર ઈઝરાઈલ પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી મોદી દ્વારા એક મોબાઈલ સમુદી જળ વિલવળીકરણ ઈકાઈ પ્રદર્શનમાં શિરકત પણ કરી હતી.

ત્યારબાદ મોબાઈલ સમુદ્રી જળ વિલવણીકરણ ઈકાઈ પ્રદર્શનની વાતને ધ્યાનમાં રાખી કીવર્ડ સાથે સર્ચ કરતા અમને યુટ્યુબ વિડિયો પ્રાપ્ત થયો હતો. જે વિડિયો ઈઝરાઈલના પ્રધાનમંત્રીના ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર 6 જૂલાઈ 2017ના પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ વિડિયોના શીર્ષકમાં લખવામાં આવ્યુ હતુ કે, “પ્રધાનમંત્રી બૈંજામિન નેતન્યાહૂ અને ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક મોબાઈલ અલવણીકરણ ઈકાઈના પ્રદર્શનમાં ભાગ લેવા પહોચ્યા હતા.”
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કાળા કલરનુ ટીશર્ટ પહેરેલા ઈઝરાઈલના પ્રધાનમંત્રી બૈંજામિન નેતન્યાહુ છે. વાઈરલ થઈ રહેલા વિડિયોના દ્રશ્યો પ્રધાનમંત્રીના યુટ્યુબ ચેનલ દ્વારા પ્રકાશિત વિડિયોમાં 1.46 થી 2.56 સુધી જોઈ શકાય છે.
વિડિયોમાં ઈઝરાઈલના પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહૂ વોટર ફિલ્ટર માંથી જગમાં પાણી ભરી રહ્યા છે. તેમજ જગના પાણી માંથી ગ્લાસ ભરી રહ્યા છે.
ઉપરોક્ત વિડિયોમાં દેખાઈ ગયા ઘટનાક્રમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની ઓફિશિયલ વેબસાઈટ તેમજ યુટ્યુબ ચેનલ પર પણ 6 જૂલાઈ 2017ના શેર કરી હતી.

આ વિડિયોના શિર્ષકમાં લખવામાં આવ્યુ હતુ કે, “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઈઝરાઈલમાં ડોર બીચ પર GALMOBILE વોટર ફિલ્ટ્રેશન પ્લાન્ટની યાત્રા”
આ વિડિયોમાં તમને 5.44 થી લઈ 8.15 સુધી વાયરલ થઈ રહેલો વિડિયોમાં જોવા મળતા દ્રશ્યો દેખાશે.
PMO દ્વારા પણ આ ઘટનાની ફોટો તેમના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરેલી જોવા મળે છે. જે તમે નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં સાબિત થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલ વિડિયો નરેન્દ્ર મોદીના જન્મદિવસનો નથી. પરંતુ જુલાઈ 2017ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઈઝરાઈલમાં કરવામાં આવેલા પ્રવાસ દરમિયાનનો છે.

Title:શું ખરેખર નરેન્દ્ર મોદી દ્વારા તેમના જન્મદિવસની ઉજવણીનો વિડિયો છે…? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
