
Manish Madlani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 19 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “बैंको में अधिक पैसा नहीं रखें और अगर आपका पैसा बैंक में अधिक जमा है तो पैसा निकाल लें । *देश में वित्तीय मंदी के चलते आपका पैसा डूब सकता है।” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 13 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 1 વ્યક્તિએ પોતાનું મંતવ્ય જણાવ્યું હતું. તેમજ 17 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “બેંકમાં રહેલા તમારા રૂપિયા ઉપાડી લેવા કારણ કે તે રૂપિયા ડૂબી જવાની પુરી શક્યતા છે.”

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે પોસ્ટમાં શેર કરવામાં આવેલા વિડિયોને ધ્યાનથી સાંભળતા જાણવા મળ્યુ હતુ કે, રવિશ કુમાર ફાઈનાસિયલ રેજોલ્યુશન અને ડિપોઝીટ ઈન્સોરન્સ બીલ સરકાર દ્વારા લાવવામાં આવવાનું છે તેની ચર્ચા કરી રહ્યા છે. દરમિયાન અમને જાણવા મળ્યુ હતુ કે, આ બીલ વર્ષ 2017માં લોકસભાના શિયાળુ સત્રમાં લાવવામાં આવ્યુ હતુ. તેથી અમે ગૂગલ પર જૂદા-જૂદા કિવર્ડ સાથે સર્ચ કરતા અમને પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો ઓરિજનલ વિડિયો પ્રાપ્ત થયો હતો. NDTV ઈન્ડિયા દ્વારા તારીખ 8 ડિસેમ્બર 2017ના આ વિડિયો અપલોડ કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
આમ ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થઈ ગયુ હતુ કે, પોસ્ટ સાથે જે વિડિયો શેર કરવામાં આવ્યો છે તે હાલનો નહિં પરંતુ વર્ષ 2017નો છે. જો કે, ફાઈનાસિયલ રેજોલ્યુશન અને ડિપોઝીટ ઈન્સોરન્સ બીલ પાસ થઈ ગયુ કે નહિં તે જાણવા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. ગૂગલ પર જૂદા-જૂદા કિવર્ડ સાથે સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, સરકાર દ્વારા આ બીલ લોકસભામાંથી પરત ખેચવામાં આવ્યુ હતુ. જે સમાચારને જૂદા-જૂદા મિડિયા હાઉસ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા.


જો કે, હાલની પરિસ્થિતી અંગે જાણવા અમે જાણીતા અર્થશાસ્ત્રી હેમંતકુમાર શાહ જોડે વાત કરી હતી. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “PMC બેંકની ઘટના બાદ લોકોને આ પ્રકારે બીક લાગે તે સ્વભાવિક છે. પરંતુ સરકારી બેંકમાં કોઈ ભય નથી.”

આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો 2 વર્ષ જૂનો છે. હાલની પરિસ્થિતી સાથે આ વિડિયોનો કોઈ લેવા-દેવા નથી. લોકોમાં ભ્રામક્તા ફેલાવવા માટે આ પોસ્ટ શેર કરવામાં આવી છે.
પરિણામ
અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો 2 વર્ષ જૂનો છે. હાલની પરિસ્થિતી સાથે આ વિડિયોનો કોઈ લેવા-દેવા નથી. લોકોમાં ભ્રામક્તા ફેલાવવા માટે આ પોસ્ટ શેર કરવામાં આવી છે.

Title:શું ખરેખર બેંકમાં રહેલા પૈસા ડૂબી જવાની ભિતી સેવાઈ રહી છે..? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
