શું ખરેખર કોંગ્રેસે ખેડૂતોના દેવા માફીની યાદી શિવરાજસિંહને આપી..? જાણો શું છે સત્ય........
ભાજપ તારા વળતાં પાણી નામના પેજ દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, આ પોસ્ટ સાથે AAPNIKHABAR.COM નામની વેબસાઈટનો એક અહેવાલ પણ સાથે જોડવામાં આવ્યો હતો, “ભાજપની બોલતી બંધ,ખુલ્લી જીપ ભરીને કોંગ્રેસે શિવરાજને સોંપી 21 લાખ ખેડૂતોના દેવામાફી ની યાદી” શીર્ષક હેઠળ પ્રસારિત કરવામાં આવેલી પોસ્ટ પર 767 લોકોએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા, 30 લોકોએ તેમના મંતવ્ય જણાવ્યા હતા, તેમજ 349 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી.
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની તપાસ કરવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. સૌ પ્રથમ ગૂગલ રિવર્સ ઈમેજ અને યાન્ડેક્ષ રિવર્સ ઈમેજ ના માધ્યમથી ઉપરોક્ત પોસ્ટમાં દર્શાવવામાં આવેલી પોસ્ટને શેર કરતા અમને જે પરિણામ પ્રાપ્ત થયા હતા. તે પરિણામમાંથી અમને MP CONGRESS દ્વારા 7 મે 2019ના રોજ શેર કરવામાં આવેલું એક ટ્વિટ પ્રાપ્ત થયુ હતું. ઉપરોક્ત પોસ્ટમાં જે પ્રકારે દાવો કરવામાં આવ્યો છે. તે જ દાવો આ ટ્વિટમાં કરવામાં આવ્યો હતો. જે આપ નીચે જોઈ શકો છો.
शिवराज को सौंपे कर्जमाफी के दस्तावेज :
— MP Congress (@INCMP) May 8, 2019
पूर्व केंद्रीय मंत्री सुरेश पचौरी और राज्य के मंत्री पीसी शर्मा की अगुआई में शिवराज सिंह चौहान को कर्जमाफी के दस्तावेजी सबूत उपलब्ध कराये गए हैं।
शिवराज जी,
आशा है अब आप अनर्गल और निराधार झूठ नहीं बोलेंगे..!https://t.co/UYIhTzrkv3
ઉપરોક્ત ટ્વિટ પરથી અમને જાણવા મળ્યું હતું કે આ ઘટના 7 તારીખની છે, તેથી અમારી પડતાલ આગળ વધારતાં અમને 7 તારીખે કોગ્રેંસનું ડેલિગેશન શિવરાજસિંહને મળવા ગયું હોવાનું જાણવા મળ્યું હતું, તેથી ગૂગલ પર “CONGRESS DELEGATION LED BY SURESH PACHAURI MEETS FORMER MP CM SHIVRAJ SINGH CHOUHAN AT HIS RESIDENCE” લખતાં અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.
The Hindu અને NDTV.COM દ્વારા પણ ઉપરોક્ત સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા, જે આપ નીચેની લિંક પર જઈ જોઈ શકો છો.
ત્યારબાદ અમે અમારી પડતાલ તપાસ કાર્યવાહી આગળ વધારતાં અમને કોગ્રેસ દ્વારા 7 મે 2019ના રોજ શિવરાજસિંહના ઘરની બહાર ANIને આપવામાં આવેલા નિવેદનો પણ અમને મળ્યા હતા, જે આપ નીચે જોઈ શકો છો.
જો કે, કોંગ્રેસ ડેલિગેશનને મળ્યા બાદ શિવરાજસિંહ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવી હતી. જેમાં તેઓ સ્વિકારે છે કે, “હા કોંગ્રેસનુ ડેલિગેશન અમને મળવા આવ્યું હતું.” જે આપ નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ સાચી સાબિત થાય છે, 7 મે 2019ના રોજ કોંગ્રેસનું ડેલિગેશન શિવરાજસિંહ ચૌહાણને મળવા ગયું હતું, અને ખેડૂતોના દેવા માફીની યાદી પણ શિવરાજસિંહને આપવામાં આવી હતી.
Title:શું ખરેખર કોંગ્રેસે ખેડૂતોના દેવા માફીની યાદી શિવરાજસિંહને આપી..? જાણો શું છે સત્ય........
Fact Check By: Frany KariaResult: True