
હિના પંડયા નામના ફેસબુક યુઝર દ્વારા 30 એપ્રિલના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, “વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, #હવે ભરોસો કરી શકાય ન્યાયતંત્ર ઉપર..?” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 370 લોકો દ્વારા પોતાના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા, તેમજ 17 લોકો દ્વારા આ પોસ્ટ પર પોતાના મંતવ્ય જણાવવમાં આવ્યા હતા, તેમજ 235 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટ સાથે શેર કરવમાં આવેલા ફોટોના માધ્યમથી દાવો કરવમાં આવી રહ્યો હતો કે, કોઈ પોલીસ ઓફિસરે ભાજપનો ખેસ ધારણ કર્યો.
ઉપરોક્ત પોસ્ટમાં કરવમાં આવેલા દાવાની પડતાલ કરવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. સૌ પ્રથમ ઉપરોક્ત પોસ્ટમાં શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામ મળ્યા હતા.

રિવર્સ ઈમેજ ના માધ્યમથી મળેલા પરિણામ પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, આ ફોટો ITBP (ઈન્ડિયન ટીબેટીયન બોર્ડર પોલીસ)ના નિવૃત અધિકારીનો છે. 26 એપ્રિલ 2019ના ધર્મશાળામાં દાંડી મેદાનમાં ભાજપની રેલીમાં ITBPના નિવૃત આસિસ્ટંટ કમાન્ડેટ ઓમપ્રકાશ પાર્ટીમાં જોડયા હતા. ત્યારે તેમણે પોતાની વર્દી પહેરી હતી અને ભાજપમાં જોડાતા સ્ટેજ પર હાજર પાર્ટી આગેવાનો દ્વારા તેમને ખેસ પહેરાવવમાં આવ્યો હતો. Inhimachal.in નામની વેબ સાઈટ દ્વારા આ સમાચાર પ્રસારિત પણ કરવમાં આવ્યા હતા.


ઓમપ્રકાશ દ્વારા પત્રકારોને જણાવવમાં આવ્યુ હતુ કે, અરૂણાચલ પ્રદેશમાં તેઓ પોતાની ફરજ દરમિયાન નિવૃત થયા હતા. આ રેલી દરમિયાન ઓમ પ્રકાશ દ્વારા નેતાઓંને સલામ મારવામાં આવી હતી, જેના જવાબ તેમણે જણાવ્યુ હતુ કે, તેના માટે તેણે અનુમતી લીધી હતી. અમર ઉજાલા દ્રારા આ સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા.
અમરઉજાલા દ્રારા પ્રસારિત કરવામાં આવેલા સમાચાર તમે નીચેની લિંક પર ક્લિંક કરી વાંચી શકો છો.
ઉપરોક્ત પોસ્ટમાં જે ફોટો શેર કરવામાં આવ્યો છે તે જ ફોટો શિમલા ગ્રામ્ય કોંગ્રેસના ઉમેદવાર વિક્રમઆદિત્ય સિંહ દ્વારા પોતાના ફેસબુક પેજ પર 26 એપ્રિલ 2019ના શેર કરવામાં આવ્યો હતો. જે ફોટોના કારણે વિવાદ સર્જાયો હતો.
જે વિવાદ સર્જાયો હતો તે વાંચવા માટે નીચેની લિંક પર ક્લિંક કરો
આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, જે ફોટો વાયરલ કરવામાં આવ્યો છે તે ITBPના રિટાયર્ડ અધિકારી છે અને તે 26 એપ્રિલે ભાજપમાં જોડાયા ત્યારનો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ફોટો શેર કરી જે દાવો કરવામાં આવ્યો છે તે ખોટો સાબિત થાય છે. જે ફોટો વાયરલ કરવામાં આવ્યો છે તે ITBPના રિટાયર્ડ અધિકારી છે.

Title:શું ખરેખર કોઈ ઓફિસરે ભાજપનો ખેસ પહેરી ફરજ બજાવી..? જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False
