શું ખરેખર જર્મનીમાં આકાશ માંથી આઝાન સંભળાય હતી…? જાણો શું છે સત્ય….

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં રસ્તા પર લોકો આકાશ માંથી આવતા અવાજને રેકોર્ડ કરી રહ્યા હોવાનું જોવા મળે છે. અઢી મિનિટના આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “જર્મનીના શહેરમાં લોકોને આકાશ માંથી અઝાનનો અદ્રશ્ય અવાજ સંભળાયો હતો. જેને લોકો દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યો હતો.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં આઝાનનો અવાજ આકાશ માંથી નહિં પરંતુ જર્મનીના બર્લિનની દાર અસલામ મસ્જિદ માંથી આવ્યો હતો. આકાશ માંથી આઝાનનો અવાજ આવ્યો હોવાની વાત તદ્દન ખોટી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Sajid Khangar Makkah નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 13 ડિસેમ્બર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “જર્મનીના શહેરમાં લોકોને આકાશ માંથી અઝાનનો અદ્રશ્ય અવાજ સંભળાયો હતો. જેને લોકો દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યો હતો.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને હેલાલ આલમ મોહમ્મદ નામના ટ્વિટર યુઝરના ટ્વિટર એકાઉન્ટ પર આ વિડિયો પ્રાપ્ત થયો હતો. જે 26 એપ્રિલ 2020ના અપલોડ કરવામાં આવ્યો હતો. જેમાં “#AzaanBandNahiHogi જર્મની ના બર્લિનમાં અજાન.

Archive 

ઇસ્લામવાદીઓ જર્મનીની રાજધાની બર્લિનમાં શુક્રવારની નમાજ માટે પહોંચ્યા હતા. કોરોના પ્રતિબંધને કારણે તેમના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેથી, પ્રથમ વખત નમાઝ માટે કોલ લાઉડસ્પીકર દ્વારા કરવામાં આવ્યો હતો. એટલામાં નજીકના ખ્રિસ્તી ચર્ચની ઘંટડી વાગી. ઘણા લોકોએ ઉલ્લેખ કર્યો છે કે તેઓએ આ તેમના મોબાઇલ ફોનમાં રેકોર્ડ કર્યું છે. 3 એપ્રિલ 2020ના રોજ આ વિડિયોને પોસ્ટ કરવામાં આવ્યો હતો.

Yenisafak.com | Archive

જે ક્લુના આધારે અમે સર્ચ કરતા અમને Ruptly નામની યુટ્યબ ચેનલ પર આ વિડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “આ વીડિયો જર્મનીના બર્લિનની દાર અસલામ મસ્જિદનો છે. લગભગ 300 લોકો કોવિડ-19 દરમિયાન એકતાનો સંદેશ આપવા માટે બર્લિનની દાર અસલામ મસ્જિદની સામે એકઠા થયા હતા. આ દરમિયાન ત્યાં હાજર લોકોએ એક સાથે દાર અસલામ મસ્જિદમાંથી અઝાન અને નજીકના ચર્ચમાંથી આવતી ઘંટડીનો અવાજ સાંભળ્યો હતો.

તેમજ જર્મનીના બર્લિનની દાર અસલામ મસ્જિદ અંગે ગૂગલ પર સર્ચ કરતા અમને ગૂગલ મેપ પર વિડિયોમાં જોવા મળતી મસ્જિદ પ્રાપ્ત થઈ હતી. જે તમે નીચે જોઈ શકો છો.

ગૂગલ મેપ

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં આઝાનનો અવાજ આકાશ માંથી નહિં પરંતુ જર્મનીના બર્લિનની દાર અસલામ મસ્જિદ માંથી આવ્યો હતો. આકાશ માંથી આઝાનનો અવાજ આવ્યો હોવાની વાત તદ્દન ખોટી છે.

Avatar

Title:શું ખરેખર જર્મનીમાં આકાશ માંથી આઝાન સંભળાય હતી…?

Fact Check By: Yogesh Karia 

Result: False