શું ખરેખર અમિત શાહે કર્યું લાલકૃષ્ણ અડવાણીનું અપમાન…? જાણો શું છે સત્ય

False રાજકીય I Political

વિકાસ ગાંડો નામના એક ફેસબુક પેજ દ્વારા 11 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં એવું લખેલું છે કે, पीछे जाकर आराम से बैठो, पंचायत चुनाव आनेवाले है तुम्हारा भी कुछ करते है. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 388 લોકોએ લાઈક કરી હતી, 8 લોકોએ આ પોસ્ટ પર પોતાના અભિપ્રાય આપ્યા હતા અને 134 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું ખૂબ જ જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી.

Facebook | Archive

સંશોધન

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી ઉપરની પોસ્ટનું સત્ય જાણવા માટે અમે સૌપ્રથમ અમે ગુગલ રિવર્સ ઈમેજ નો સહારો લેતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા.

Google| Archive

ઉપરના પરિણામોમાં અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે કોઈ જ માહિતી પ્રાપ્ત ન થતાં અમે યુટ્યુબનો સહારો લીધો અને Amit Shah asking Advani to take back seat સર્ચ કરતાં અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

Youtube | Archive

ઉપરના પરિણામો પરથી અમને જાણવા મળ્યું હતું કે, આ ફોટો દિલ્હી ખાતે ઓગસ્ટ, 2014 માં ભાજપની રાષ્ટ્રીય પરિષદની બેઠક મળી ત્યારનો છે. ત્યાર બાદ અમને યુટ્યુબ પર 9 ઓગસ્ટ, 2014ના રોજ દિલ્હી ખાતે મળેલી ભાજપની રાષ્ટ્રીય પરિષદની બેઠકનો સંપૂર્ણ વીડિયો પ્રાપ્ત થયો. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

ઉપરના વીડિયોને ધ્યનથી જોતાં અમને ખબર પડી કે, અમિત શાહે પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ લાલકૃષ્ણ અડવાણીનું અપમાન નથી કર્યું પરંતુ તેઓ પાછળ રહેલા મંચ પરથી ભાષણ કરવાનો ઈશારો કરી રહ્યા છે. જે તમે ઉપરના વીડિયોમાં 21.24 મિનિટથી 21.50 મિનિટ વચ્ચે સ્પષ્ટ જોઈ શકો છો. આ ઉપરાંત અમિત શાહ આ બેઠકમાં લાલકૃષ્ણ અડવાણીને પગે લાગતા પણ જોવા મળ્યા હતા. જે તમે નીચેના વીડિયોમાં 58.10 મિનિટથી 58.15 મિનિટ વચ્ચે જોઈ શકો છો.

Archive

પરિણામ

આમ, અમારી પડતાલ/તપાસ કાર્યવાહીમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, અમિત શાહ દ્વારા લાલકૃષ્ણ અડવાણીને પાછળ જઈને બેસવાનું કહી અપમાન નથી કરવામાં આવ્યું પરંતુ પાછળ રહેલા મંચ પરથી ભાષણ કરવાનો ઈશારો કરવામાં આવ્યો છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર અમિત શાહે કર્યું લાલકૃષ્ણ અડવાણીનું અપમાન…? જાણો શું છે સત્ય

Fact Check By: Dhiraj Vyas 

Result: False