
ગત તારીખ 8 એપ્રિલના बेखौफ Gujju નામના પેજ દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. 125 કરોડ લોકોએ ગેસની સબસીડી છોડી, અલ્યા પણ એટલી તો ટોટલ વસ્તી છે દરેક વ્યક્તિને અલગ અલગ ગેસની બોટલો આપી છે ?? કઇ બ્રાન્ડ વારો છો ?? ???
અને હકીકત તો એ છે કે મોટાભાગના પરીવારોને ગેસના કનેક્શન નથી મળ્યા તો એ સબસીડી જ કઇ રીતે છોડે ??? શીર્ષક હેઠળ NEWS STATE उतराखंड ચેનલની એક ફોટો શેર કરવામાં આવી હતી જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, 2019 के लिये BJP का संकल्प पत्र पीएम मोदी की बड़ी बाते 125 करोड़ लोकोने गैसकी सब्सिडी छोड़ी.. આ પોસ્ટને 1200થી વધુ લોકોએ શેર કરી હતી, 1100થી વધુ લોકોએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા અને 211 લોકોએ પોતાના મંતવ્યો જણાવ્યા હતા.

ઉપરોક્ત પોસ્ટ અંગેની પડતાલ/તપાસ કરવી ખૂબ જ જરૂરી હતી. તેથી અમે સૌપ્રથમ ભાજપાની ઓફિશિયલ વેબસાઈટ bjp.org પરથી 2019નું ભાજપાનું ઘોષણાપત્ર મેળવ્યું હતું. ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ આ ઘોષણાપત્રમાં અમને ક્યાંય પણ 125 કરોડ લોકોએ ગેસની સબસિડી છોડી હોવાનું જાણવા મળ્યું ન હતું.

ભાજપાનું ઘોષણાપત્ર વાંચવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.
ત્યારબાદ ઉપોરક્ત પોસ્ટમાં 2019 के लिये BJP का संकल्प पत्र पीएम मोदी की बड़ी बाते 125 करोड़ लोकोने गैसकी सब्सिडी छोड़ी લખાણ સાથે નરેન્દ્ર મોદીનો ફોટો પણ મૂકવામાં આવ્યો હતો, તો નરેન્દ્ર મોદી દ્વારા ખરેખર આ પ્રકારે કોઈ નિવેદન હાલ કરવામાં આવ્યું છે કે કેમ.. તે તપાસ કરવી પણ જરૂરી જણાતા અમે ગૂગલની મદદ લીધી હતી. ગૂગલ પર 125 करोड़ लोगोने गेसकी सब्सिडी छोड़ी લખતા અમને ઘણા પરિણામો મળ્યા હતા..

ગૂગલના માધ્યમથી અમને જાણવા મળ્યું હતું કે, 29 જૂન 2018ના નવી દિલ્હીમાં એમ્સ હોસ્પિટલમાં ભાષણ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે “મે જ્યારે લાલ કિલ્લા પરથી દેશના લોકોને આગ્રહ કર્યો હતો કે જે લોકો દેશમાં સક્ષમ છે, જે ખર્ચો કરી શકે તેમ છે તે લોકો ગેસ સબસિડી કેમ લઈ રહ્યા છે. છોડી દયોને. મારી આટલી વાતથી જ 125 કરોડ પરિવારે ગેસ સબસિડી છોડી દીધી હતી. આપણા દેશમાં સહેલાઈથી આટલું જલ્દી કાંઈ નથી છુટતુ.”
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ ભાષણની નોંધ તે સમયે ઘણા મીડિયા માધ્યમ દ્વારા લેવામાં આવી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીભ લપસી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જે સમાચાર વાંચવા માટે નીચેની લિંક પર ક્લિક કરી વાંચી શકાય છે.
AAJTAK | ARCHIVE LINK |
HINDIKHABAR | ARCHIVE LINK |
CATCHNEWS.COM | ARCHIVE LINK |
આમ, ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો સાબિત થાય છે, કારણ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2018ના નિવેદનને હાલના માહોલ સાથે કોઈ સંબધ નથી. ચૂંટણીના સમયમાં આ પ્રકારની પોસ્ટ ભ્રામકતા ફેલવવા સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવતી હોય છે. જોકે, ભાજપના સંકલ્પપત્રમાં પણ આ પ્રકારની કોઈ વાત કરવામાં આવી નથી.
પરિણામ
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો સાબિત થાય છે, કારણ કે, વડાપ્રધાન મોદી દ્વારા 2018માં આ પ્રકારનું નિવેદન કરવામાં આવ્યું હતું પરંતુ એ પણ એમની જીભ લપસી જતાં ભૂલથી થયું હતું, હાલના તેમના ઘોષણાપત્રમાં આ પ્રકારનું કોઈ જ નિવેદન અથવા કોઈ વાયદો કરવામાં આવ્યો નથી. કે હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોઈ સ્થળે આ પ્રકારનું નિવેદન પણ કરવામાં આવ્યું નથી.

Title:ભારતમાં 125 કરોડ લોકોએ ગેસ સબસિડી છોડી..! જાણો શું છે સત્ય……
Fact Check By: Frany KariaResult: False
