જાણો તાજેતરમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીના ડાન્સના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…
તાજેતરમાં સોશિયલ મીડિયા પર યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીના ડાન્સના નામે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે, જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી દ્વારા કરવામાં આવેલા ડાન્સનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીના ડાન્સનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ઓરિજીનલ નહીં પરંતુ એડિટ કરેલો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 23 ફેબ્રુઆરી, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી દ્વારા કરવામાં આવેલા ડાન્સનો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો એક યુટ્યુબ યુઝર દ્વારા 1 ડિસેમ્બર, 2020 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં ક્યાંય પણ આ વીડિયોમાં ડાન્સ કરી રહેલ વ્યક્તિ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી હોવાની માહિતી આપવામાં આવી નથી. ધ્યાનથી આ વીડિયો જોતાં અમને એ માલૂમ પડ્યું કે, ડાન્સ કરી રહેલ વ્યક્તિ અલગ જ છે.
ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો અન્ય એક ઈન્સ્ટાગ્રામ યુઝર દ્વારા પણ 7 ફેબ્રુઆરી, 2022 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી પરંતુ તેમાં પણ એ વ્યક્તિ યુક્રેનના રાષ્ટ્રપતિ હોય એવું જરાય લાગતું નથી એ વ્યક્તિ અળગ જ છે.
નીચે તમે વાયરલ વીડિયોમાં ડાન્સ કરી રહેલા ઓરિજીનલ વ્યક્તિ અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીના ચહેરા વચ્ચેનો તફાવત જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીના ડાન્સનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ઓરિજીનલ નહીં પરંતુ એડિટ કરેલો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:જાણો તાજેતરમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીના ડાન્સના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય...
Fact Check By: Vikas VyasResult: Altered