તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધી એવું કહી રહ્યા છે કે, “નરેન્દ્ર મોદી હિંદુસ્તાનના પ્રધાનમંત્રી રહેશે. શરુઆતમાં હું તમને કહી દઉં કે, જે વાત સાચી છે કે, 2024, 4 જૂન નરેન્દ્ર મોદી હિંદુસ્તાનના પ્રધાનમંત્રી રહેશે. તમે લખીને લઈ લો. નરેન્દ્ર મોદીજી હિંદુસ્તાનના પ્રધાનમંત્રી બની શકે છે. અમારે જે કરવાનું હતું જે કામ જે મહેનત કરવાની હતી અમે કરી દીધી છે. હવે તમે જોશો કે ઉત્તરપ્રદેશમાં અમારા ગઠબંધનને એક સીટ નથી મળવાની. આ પણ હસી રહ્યા છે. કારણ કે તેમને પણ ખબર છે કે, રાહુલ ગાંધી જે બોલી રહ્યા છે એ સત્ય છે અને નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બની રહ્યા છે. ખતમ કહાની. જે રીતે અંગ્રેજીમાં બોલે છે ગુડ બાય, થેંક્યુ.” પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ એડિટ કરેલો છે. વાસ્તવિક વીડિયોમાં રાહુલ ગાંધી એવું કહી રહ્યા છે કે, “નરેન્દ્ર મોદી હિંદુસ્તાનના પ્રધાનમંત્રી નહીં રહે. શરુઆતમાં હું તમને કહી દઉં કે, જે વાત સાચી છે કે, 2024, 4 જૂન નરેન્દ્ર મોદી હિંદુસ્તાનના પ્રધાનમંત્રી નહીં રહે. તમે લખીને લઈ લો. નરેન્દ્ર મોદીજી હિંદુસ્તાનના પ્રધાનમંત્રી નહીં બની શકે. અમારે જે કરવાનું હતું જે કામ જે મહેનત કરવાની હતી અમે કરી દીધી છે. હવે તમે જોશો કે ઉત્તરપ્રદેશમાં અમારા ગઠબંધનને 50 થી ઓછી એક સીટ નથી મળવાની. આ પણ હસી રહ્યા છે. કારણ કે તેમને પણ ખબર છે કે, રાહુલ ગાંધી જે બોલી રહ્યા છે એ સત્ય છે અને નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી નથી બની રહ્યા. ખતમ કહાની. જે રીતે અંગ્રેજીમાં બોલે છે ગુડ બાય, થેંક્યુ.” .લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 14 મે, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, 👇😃રાહુલ ગાંધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે બિલકુલ સાચું બોલી રહ્યા છે રાહુલ ગાંધીને ધન્યવાદ આપવા જોઈએ !* 😃👌🏼👇 આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધી એવું કહી રહ્યા છે કે, “નરેન્દ્ર મોદી હિંદુસ્તાનના પ્રધાનમંત્રી રહેશે. શરુઆતમાં હું તમને કહી દઉં કે, જે વાત સાચી છે કે, 2024, 4 જૂન નરેન્દ્ર મોદી હિંદુસ્તાનના પ્રધાનમંત્રી રહેશે. તમે લખીને લઈ લો. નરેન્દ્ર મોદીજી હિંદુસ્તાનના પ્રધાનમંત્રી બની શકે છે. અમારે જે કરવાનું હતું જે કામ જે મહેનત કરવાની હતી અમે કરી દીધી છે. હવે તમે જોશો કે ઉત્તરપ્રદેશમાં અમારા ગઠબંધનને એક સીટ નથી મળવાની. આ પણ હસી રહ્યા છે. કારણ કે તેમને પણ ખબર છે કે, રાહુલ ગાંધી જે બોલી રહ્યા છે એ સત્ય છે અને નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બની રહ્યા છે. ખતમ કહાની. જે રીતે અંગ્રેજીમાં બોલે છે ગુડ બાય, થેંક્યુ.”.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ સર્ચ કરતાં અમને આજ તક સમાચાર ચેનલના યુટ્યુબ પર આવા જ વીડિયો સાથેના સમાચાર 10 મે, 2024 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં રાહુલ ગાંધી એવું કહી રહ્યા છે કે, 4 जून, 2024 को नरेंद्र मोदी देश के प्रधानमंत्री नहीं रहेंगे.

અમારી તપાસ દરમિયાન અમને એ જાણવા મળ્યું હતું કે, રાહુલ ગાંધીએ આ નિવેદન કાનપુરમાં યોજાયેલી એક સભામાં આપ્યું હતું. ત્યાર બાદ અમને કોંગ્રેસના સત્તાવાર યુટ્યુબ પર રાહુલ ગાંધીના આજ નિવેદનનો સંપૂર્ણ વીડિયો 10 મે, 2024 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ વીડિયોને ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું કે, 45.51 મિનિટ પછી રાહુલ ગાંધી એવું કહી રહ્યા છે કે, ”…2024, 4 जून, नरेंद्र मोदी हिन्दुस्तान के प्रधानमन्त्री नहीं रहेंगे! आप लिख के ले लो … आप लिख के ले लो… नरेंद्र मोदी जी हिन्दुस्तान के प्रधानमन्त्री नहीं बन सकते हैं! हमने जो करना था … जो काम … जो मेहनत करनी थी … वो कर दी है… अब आप देखना उत्तर प्रदेश में हमारे गठबंधन को 50 से कम एक सीट नहीं मिलने वाली है।…”

વાયરલ ક્લિપમાં એડિટીંગ કરીને રાહુલ ગાંધીના નિવેદનને બદલવામાં આવ્યું છે. "2024, 4 જૂન, નરેન્દ્ર મોદી હવે ભારતના વડા પ્રધાન રહેશે નહીં!" એમાંથી ‘નહીં’ શબ્દ કાઢી નાખવામાં આવ્યો છે, અને "હવે તમે જોશો છો કે, અમારા ગઠબંધનને ઉત્તર પ્રદેશમાં 50 કરતાં ઓછી એક સીટ મળવાની નથી" એમાંથી '50 કરતાં ઓછી' શબ્દ કાઢી નાખવામાં આવ્યો છે.

નીચે તમે રાહુલ ગાંધીના વાયરલ વીડિયો અને ઓરિજીનલ વીડિયો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ એડિટ કરેલો છે. વાસ્તવિક વીડિયોમાં રાહુલ ગાંધી એવું કહી રહ્યા છે કે, “નરેન્દ્ર મોદી હિંદુસ્તાનના પ્રધાનમંત્રી નહીં રહે. શરુઆતમાં હું તમને કહી દઉં કે, જે વાત સાચી છે કે, 2024, 4 જૂન નરેન્દ્ર મોદી હિંદુસ્તાનના પ્રધાનમંત્રી નહીં રહે. તમે લખીને લઈ લો. નરેન્દ્ર મોદીજી હિંદુસ્તાનના પ્રધાનમંત્રી નહીં બની શકે. અમારે જે કરવાનું હતું જે કામ જે મહેનત કરવાની હતી અમે કરી દીધી છે. હવે તમે જોશો કે ઉત્તરપ્રદેશમાં અમારા ગઠબંધનને 50 થી ઓછી એક સીટ નથી મળવાની. આ પણ હસી રહ્યા છે. કારણ કે તેમને પણ ખબર છે કે, રાહુલ ગાંધી જે બોલી રહ્યા છે એ સત્ય છે અને નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી નથી બની રહ્યા. ખતમ કહાની. જે રીતે અંગ્રેજીમાં બોલે છે ગુડ બાય, થેંક્યુ.”

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Avatar

Title:જાણો ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની જીત વિશે બોલી રહેલા રાહુલ ગાંધીના વાયરલ વીડિયોનું શું છે સત્ય...

Fact Check By: Vikas Vyas

Result: Altered