
આસામ અને પશ્ચિમ બંગાળમાં ચૂંટણીઓનો માહોલ જોવા મળતાની સાથે જ સોશિયલ મીડિયા પર ચર્ચાઓ થઈ રહી છે કે નેતાઓની સભાઓ અને રેલીઓમાં કેટલું ભીડ એકત્ર થાય છે. આ દરમિયાન એક વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને તેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “નરેન્દ્ર મોદી જ્યારે હેલીકોપ્ટરમાંથી ઉતરે છે ત્યારે તેમની સામે ગ્રાઉન્ડમાં કોઈ ન હોવા છતા તેઓ હાથ લહેરાવી રહ્યા છે.” આ વિડિયોથી તેમની મજાક પણ ઉડાવવામાં આવી રહી છે.
ફેક્ટ ક્રેસસેન્ડોના વાચકોએ આ વિડિયોને અમારા વોટ્સએપ હેલ્પલાઇન નંબર (9049053770) પર મોકલીને હકીકત તપાસની વિનંતી કરી છે.
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, જે વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે તે બનાવટી છે. મોદીની સામે એક ટોળું હતું અને જ્યારે તેઓએ તેમને જોયુ ત્યારે તેઓએ હાથ લહેરાવીને તેમને અભિવાદન આપ્યુ હતુ.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સાચી વાત નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 02 એપ્રિલ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “નરેન્દ્ર મોદી જ્યારે હેલીકોપ્ટરમાંથી ઉતરે છે ત્યારે તેમની સામે ગ્રાઉન્ડમાં કોઈ ન હોવા છતા તેઓ હાથ લહેરાવી રહ્યા છે.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ઓરિજનલ વિડિયોને શોધવાનો પ્રયત્ન કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દરેક રેલીઓના વિડિયો વિવિધ ભાજપનાં સોશિયલ મિડિયા એકાઉન્ટ પર શેર કરાતા હોય છે. તે મુજબ, અમને 1 એપ્રિલ 2021ના રોજ ભાજપના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર શેર કરેલો એક વિડિયો મળ્યો હતો. વાયરલ થયેલો વિડિયો પશ્ચિમ બંગાળના જયનગરમાં મોદીની રેલીનો છે.
ઉપરના વિડિયોમાં દેખાય છે તેમ, મોદી જ્યારે હેલિકોપ્ટરથી નીચે ઉતર્યા હતા, ત્યારે તેમનુ અભિવાદન કરવા માટે એક ટોળું એકત્રિત થઈ ગયું હતું. મોદીએ પણ હાથ લહેરાવીને લોકોને શુભેચ્છા પાઠવી હતી. તમે આ રેલીનો સંપૂર્ણ વિડિઓ અહીં જોઈ શકો છો. હવે ચાલો મૂળ વિડિયો અને વાયરલ ક્લિપની તુલના કરીએ. તેનાથી સ્પષ્ટ છે કે ઓરિજનલ વિડિયો સાથે છેડછાડ કરવામાં આવી છે અને અવાજ બંધ કરવામાં આવ્યો છે અને હિન્દી ગીત દ્વારા બદલવામાં આવ્યો છે.
ઓરિજનલ વિડિયો અને વાયરલ વિડિયો વચ્ચેનો તફાવત તમે નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, જે વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે તે બનાવટી છે. મોદીની સામે એક ટોળું હતું અને જ્યારે તેઓએ તેમને જોયુ ત્યારે તેઓએ હાથ લહેરાવીને તેમને અભિવાદન આપ્યુ હતુ.

Title:શું ખરેખર પીએમ નરેન્દ્ર મોદી ખાલી ગ્રાઉન્ડમાં હાથ ફેલાવી રહ્યા છે…?
Fact Check By: Yogesh KariaResult: False
