
Dilipsinh Padhiyar નામના ફેસબુક યુઝર દ્વારા 10 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, જયોતિરાદિતય સિધિયા ને ભાજપ માં જોડાવવા બદલ ખુબ ખુબ અભિનંદન જય હો બીજેપી સરકાર હર હર મોદી ઘર ઘર મોદી. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો જ્યોતિરાદિત્ય સિંધિયાનો છે જેમાં તેઓએ ભગવા રંગનો ઝભ્ભો પહેરેલો છે અને તેમના હાથમાં ભાજપના નિશાન કમળ સાથેનું એક કવર છે જેના પર Operation LOTUS લખેલું છે. આ પોસ્ટને 102 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 7 લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. તેમજ 4 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive | Post Archive
સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો ઓરિજનલ છે કે કેમ? અને જ્યોતિરાદિત્ય સિંધિયાના હાથમાં રહેલા ભાજપના નિશાનવાળા કવર પર Opration LOTUS લખેલું છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં મળેલા પરિણામોમાં અમને deccanherald.com દ્વારા 10 માર્ચ, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં આજ ફોટો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું અને હવે ભાજપમાં જોડાઈને નવી રાજકીય કારકિર્દીની શરૂઆત કરશે. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ આજ ફોટો સાથેના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે અહીં જોઈ શકો છો. business-standard.com | mynation.com
આ ઉપરાંત નીચે તમે ઓરિજીનલ ફોટો અને એડિટીંગ કરેલા ફોટો વચ્ચેના તફાવતને જોઈ શકો છો.

આ સંપૂર્ણ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો એડિટીંગ કરીને લોકોને ગેરમાર્ગે દોરવા માટે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા જ્યોતિરાદિત્ય સિંધિયાના ફોટોમાં એડિટીંગ કરીને લોકોને ગેરમાર્ગે દોરવા માટે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
છબીઓ સૌજન્ય : ગુગલ

Title:જ્યોતિરાદિત્ય સિંધિયાનો એડિટેડ ફોટો થયો વાયરલ… જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
