અમિત શાહનો માછલી બિરયાની ખાતો એડિટીંગ કરેલો ફોટો થયો વાયરલ… જાણો શું છે સત્ય….

Altered રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર બંગાળના રાજકારણના સમાચારોએ જોર પકડ્યું છે. આ સમાચારો સાથે ગૃહમંત્રી અમિત શાહનો ભોજન કરતો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બંગાળના પ્રવાસ દરમિયાન અમિત શાહે ભોજનમાં માછલી અને બિરયાની ખાધી હતી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટોને એડિટીંગ કરીને લોકોને ગેરમાર્ગે દોરવા માટે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

જીગો અમદાવાદી નામના ફેસબુક યુઝર દ્વારા 19 ડિસેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, સત્તા માટે કઈ પણ કરી શકે, બંગાળમાં મચ્છી ચોખા ખાઈ રહેલા ભક્તોના મોટા પપ્પા.. વાહ ડફોળ સંધી વાહ… પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો બંગાળના પ્રવાસ દરમિયાન અમિત શાહે ભોજનમાં માછલી અને બિરયાની ખાધી હતી તેનો છે.

screenshot-archive.is-2020.12.29-19_56_02.png

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને અમિત શાહ દ્વારા તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ ફોટોની સાથે મળતો ફોટો પ્રાપ્ત થયો હતો. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, “મિદનાપુર (પશ્ચિમ બંગાળ) ના બેલીજુરી ગામમાં શ્રી ઝુનુ સિંહ અને શ્રી સનાતનસિંહ મહાશયના ઘરે સ્વાદિષ્ટ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમના પરિવાર તરફથી આવો અનહદ પ્રેમ, સ્નેહ અને ઉમળકાભેર સ્વાગત કરવાથી હું અભિભૂત થઈ ગયો છું. આવા અદભૂત આતિથ્ય માટે હું હંમેશા તેમનો આભારી રહીશ.”

Archive

અમારી વધુ તપાસમાં અમિત શાહ દ્વારા મિદનાપુરના બેલીજુરી ગામમાં ખેડૂતના ઘરે અમિત શાહ દ્વારા દાલ અને ચાવલનું ભોજન કરવામાં આવ્યું હોવાની માહિતી સાથેના સમાચાર DD News દ્વારા 19 ડિસેમ્બર, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતા પ્રાપ્ત થઈ હતી. 

Archive

આજ ફોટો અને માહિતી સાથેના સમાચાર અમને અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે અહીં જોઈ શકો છો. indiatoday.in | zee5.com

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, ગૃહમંત્રી અમિત શાહે બંગાળના પ્રવાસ દરમિયાન મિદનાપુરના બેલીજુરી ગામમાં ખેડૂતના ઘરે દાલ અને ચાવલનું ભોજન કર્યું હતું એ ફોટોને એડિટીંગ કરીને તેમાં માછલી અને બિરયાનીની માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે. નીચે તમે ઓરિજીનલ ફોટો અને ફેક ફોટો વચ્ચેના તફાવતને જોઈ શકો છો.

2020-12-29.png

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલા ગૃહમંત્રી અમિત શાહના ફોટોને એડિટીંગ કરીને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:અમિત શાહનો માછલી બિરયાની ખાતો એડિટીંગ કરેલો ફોટો થયો વાયરલ…

Fact Check By: Vikas Vyas 

Result: Altered