
સોશિયલ મિડિયામાં સમાંયતરે ધર્મને લઈ ઘણી પોસ્ટ વાયરલ થતી હોય છે. હાલમાં સોશિયલ મિડિયામાં એક ન્યુઝ પેપરનું ક્ટિંગ વાયરલ થઈ રહ્યુ છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રાષ્ટ્રપતિ દ્વારા દેશના તમામ અભ્યાસ ક્રમમાં રામાયણ અને ભગવત ગીતાને સામેલ કરવા આદેશ કરવામાં આવ્યો.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, રાષ્ટ્રપતિ દ્વારા આ પ્રકારે કોઈ આદેશ આપવામાં નથી આવ્યો. સમાચાર એજન્સી દ્વારા પ્રસારિત અહેવાલના ભ્રામક શિર્ષકને કારણે આ ખોટી માહિતી ફેલાઈ રહી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
रवि प्रजापति हिन्दु નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 માર્ચ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “રાષ્ટ્રપતિ દ્વારા દેશના તમામ અભ્યાસ ક્રમમાં રામાયણ અને ભગવત ગીતાને સામેલ કરવા આદેશ કરવામાં આવ્યો.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર આ અંગે સર્ચ કરતા અમને કોઈ ખાસ પરિણામો પ્રાપ્ત થયા ન હતા.
ત્યારબાદ અમે રાષ્ટ્રપતિની ઓફિશિયલ વેબસાઈટ પર આ અંગે તપાસ શરૂ કરી હતી. પરંતુ અમને આ અંગે કોઈ ખાસ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. તેમજ અમે તમામ પ્રેસ રિલિઝ પણ ચેક કરી હતી પરંતુ અમને આ અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ ન હતી.
ત્યારબાદ અમે ભારત સરકારની શિક્ષણ મંત્રાલયની વેબસાઇટ પર વાયરલ દાવા અંગે તપાસ કરી. દરમિયાન અમને વેબસાઇટ પર સ્કૂલ એજ્યુકેશન ઇન રિફોર્મ્સ નામનો દસ્તાવેજ મળ્યો હતો. જ્યાં શાળાની શિક્ષણ પ્રણાલી, નીતિઓ અને મોડેલોમાં થયેલ તમામ પરિવર્તન વિશે માહિતી આપવામાં આવી હતી. પરંતુ અહીં આવી કોઈ માહિતી આપવામાં આવી ન હતી. જ્યાં એમ કહેવામાં આવ્યુ હોય કે શ્રી મદ ભગવદ ગીતા અને રામાયણનો તમામ અભ્યાસક્રમોમાં સમાવેશ કરવો જોઇએ.
reform_education_2014-20કેસ વિશેની સચોટ માહિતી માટે અમે સ્ક્રીનશોટ પર પ્રકાશિત થયેલા સમાચારને ધ્યાનથી વાંચતાઅમને જાણવા મળ્યું છે કે, સામાજિક કાર્યકર્તા ભગવાનંદિન સાહુએ મધ્ય પ્રદેશના છીંદવાડા જિલ્લાના કલેક્ટરને રાષ્ટ્રપતિને સંબોધી એક પત્ર રજૂ કર્યો હતો. જેમાં ભગવાનદિન સાહુએ રાષ્ટ્રપતિને દેશના તમામ શાળાના અભ્યાસક્રમોમાં ભગવદ ગીતા અને રામાયણને ફરજિયાત સમાવવા વિનંતી કરી છે. જે તમે નીચે વાંચી શકો છો.
પ્રાપ્ત માહિતીના આધારે, અમે ગૂગલ પર કીવર્ડ સાથે શોધ શરૂ કરી હતી. દરમિયાન અમને 15 સપ્ટેમ્બર 2020ના ગુરૂઆસ્થાડિજિટલન્યુઝ નામની વેબસાઇટ પર એક આર્ટિકલ પ્રાપ્ત થયો હતો. જેમા વાયરલ સ્ક્રીનશોટ સાથેના સમાચારો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, 15 જુલાઇના રોજ છિંદવાડા જિલ્લાના સામાજિક કાર્યકર ભગવાનદિન સાહુ અને તેમની સાથેની અન્ય સામાજિક અને ધાર્મિક સંસ્થાઓએ જિલ્લા કલેકટરના માધ્યમથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર રજૂ કરી અને ભગવદ ગીતા અને રામાયણને દેશના તમામ શાળાના અભ્યાસક્રમોમાં સમાવિષ્ટ કરવાની માંગ કરી હતી. તમને જણાવી દઈએ કે, આ અહેવાલનું શીર્ષક ભ્રમ પેદા કરે છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, રાષ્ટ્રપતિ દ્વારા આ પ્રકારે કોઈ આદેશ આપવામાં નથી આવ્યો. સમાચાર એજન્સી દ્વારા પ્રસારિત અહેવાલના ભ્રામક શિર્ષકને કારણે આ ખોટી માહિતી ફેલાઈ રહી છે.

Title:શું ખરેખર રાષ્ટ્રપતિ દ્વારા રામાયણ અને ભગવત ગીતા અભ્યાસ ક્રમમાં સામેલ કરવા આદેશ કરાયો…?
Fact Check By: Yogesh KariaResult: False
