
શુક્રવાર સાંજ થી સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ત્રણ ફોટો અને એક વિડિયો જોવા મળે છે જેમાં એક બ્રિજ તુટેલો જોઈ શકાય છે અને શેર કરીને દાવો કરવામાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ ઓવરબ્રિજ અમદાવાદના અજીતમીલ પાસેનો છે. જે હજુ બન્યા પહેલા જ તુટી પડ્યો.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો અમદાવાદનો નહિં પરંતુ નાગપુરમાં તુટી પડેલા ઓવરબ્રિજનો છે. અમદાવાદમાં અજીતમીલ પાસેનો બ્રિજ તુટી પડ્યો હોવાની વાત તદ્દન ખોટી અફવા છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Yogesh Jain નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 ઓક્ટોબર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ ઓવરબ્રિજ અમદાવાદના અજીતમીલ પાસેનો છે. જે હજુ બન્યા પહેલા જ તુટી પડ્યો.”
ટ્વિટરમાં પણ આ જ દાવા સાથે વિડિયો અને ફોટો વાયરલ થઈ રહ્યા છે. જે તમે નીચે જોઈ શકો છો.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી, સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને ઈકોનોમિક ટાઈમ્સનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “મંગળવારે મહારાષ્ટ્રના નાગપુરના કલામના વિસ્તારમાં નિર્માણાધીન પુલનો એક ભાગ તૂટી પડ્યો હતો.”
તેમજ સ્થાનિક ન્યુઝ ચેનલ નાગપુર ટુડે દ્વારા પણ આ અંગે વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
ANI, India Today, Live Mint, સહિતના મિડિયા હાઉસ દ્વારા આ અંગે વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો.
તેમજ અમારી પડતાલને વધુ મજૂબત કરવા અમે એએમસીનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ એક અફવા છે. આ પ્રકારે કોઈ ઓવર બ્રિજ અમદાવાદમાં તુટી નથી પડ્યો. આ એક તદ્દન અફવા છે. લોકોએ આવી અફવાઓથી દૂર રહેવા વિંનતી છે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો અમદાવાદનો નહિં પરંતુ નાગપુરમાં તુટી પડેલા ઓવરબ્રિજનો છે. અમદાવાદમાં અજીતમીલ પાસેનો બ્રિજ તુટી પડ્યો હોવાની વાત તદ્દન ખોટી અફવા છે.

Title:શું ખરેખર અમદાવાદની અજીત મીલ પાસેનો ઓવર બ્રિજ તુટી પડ્યો…?
Fact Check By: Yogesh KariaResult: Misleading
