પંજાબના ભવાનીગઢ ખાતેની રાહુલ ગાંધીની ટ્રેક્ટર રેલીનો જૂનો ફોટો ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

Missing Context રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીના પોસ્ટરનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પંજાબ ખાતે દશેરાની તૈયારીનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં રાહુલ ગાંધીના પોસ્ટરનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ ઓક્ટોમ્બર 2020 માં પંજાબના ભવાનીગઢ ખાતે દેશમાં લાગુ કરવામાં આવેલા કૃષિ કાનૂનના વિરોધમાં રાહુલ ગાંધી દ્વારા નીકાળવામાં આવેલી ટ્રેક્ટર રેલીનો છે. આ ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

चाणक्य शिष्य मयूर નામના ફેસબુક યુઝર દ્વારા 10 ઓક્ટોમ્બર, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, પંજાબમાં દશેરાની ભવ્ય તૈયારીઓ. પોસ્ટમાં મૂકવામાં આવેલા લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પંજાબ ખાતે દશેરાની તૈયારીનો આ ફોટો છે.

screenshot-www.facebook.com-2021.10.22-17_37_59.png

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો કોંગ્રેસના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ Congress પર 5 ઓક્ટોમ્બર, 2020 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, સરકાર દ્વારા સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવેલા કૃષિ કાનૂનના વિરોધમાં પંજાબના ભવાનીપુરથી સમાના સુધી રાહુલ ગાંધીની ટ્રેક્ટર રેલીની શરુઆત થઈ ચૂકી છે. આ શરુઆતનો અંત ખેડૂતોને તેમના અધિકારોની ખાતરી આપાવ્યા બાદ જ થશે

આજ ફોટો અમને કોંગ્રેસના સત્તાવાર ફેસબુક પેજ Indian National Congress પર પણ એજ માહિતી સાથે 5 ઓક્ટોમ્બર, 2020 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

આજ ફોટો અમને અમારી વધુ તપાસમાં newsroompost.com દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. પંજાબ કેસરી દ્વારા પણ આજ ફોટો અને માહિતી સાથેના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા.

download.png

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં રાહુલ ગાંધીના પોસ્ટરનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ ઓક્ટોમ્બર 2020 માં પંજાબના ભવાનીગઢ ખાતે દેશમાં લાગુ કરવામાં આવેલા કૃષિ કાનૂનના વિરોધમાં રાહુલ ગાંધી દ્વારા નીકાળવામાં આવેલી ટ્રેક્ટર રેલીનો છે. આ ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી.

Avatar

Title:પંજાબના ભવાનીગઢ ખાતેની રાહુલ ગાંધીની ટ્રેક્ટર રેલીનો જૂનો ફોટો ખોટી માહિતી સાથે વાયરલ…

Fact Check By: Vikas Vyas 

Result: Missing Context